પાટણમાં પ્રગતિ પથ યાત્રા દ્વારા વિકાસ કાર્યોની ઝાંખી
પાટણ, 15 જૂન (હિ.સ.) કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત પાટણ ખાતે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપ
પાટણમાં પ્રગતિ પથ યાત્રા દ્વારા વિકાસ કાર્યોની ઝાંખી


પાટણમાં પ્રગતિ પથ યાત્રા દ્વારા વિકાસ કાર્યોની ઝાંખી


પાટણ, 15 જૂન (હિ.સ.)

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત પાટણ ખાતે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી અને રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિતના મહાનુભાવોએ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

યાત્રા દરમિયાન આધુનિક બસ પોર્ટ, રાણીની વાવ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરસ્વતી સમરસ છાત્રાલય અને રિજિયોનલ સાયન્સ સેન્ટર જેવા વિકાસ અને જનહિતના પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ અને સુશાસનના કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, કર્મયોગીઓ, યુવા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિ પથ યાત્રા દ્વારા વિકસિત ભારત@2047 અને વિકસિત ગુજરાત@2047ના સંકલ્પને સાકાર કરવા લોકભાગીદારી વધારવા તથા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande