બાસ્પા બસ સ્ટેન્ડ પાસે ત્રિપક્ષીય અકસ્માત, બે યુવકો ગંભીર ઇજાગ્રસ્ત
પાટણ, 15 જૂન (હિ.સ.)બાસ્પા બસ સ્ટેન્ડ નજીક એક મારુતિ કારે બાઈકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કરની અસરથી બાઈકનું નિયંત્રણ ગુમાઈ ગયું અને તે સામેથી આવી રહેલી સ્કૂલવાનમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં મહંમદપુરા (બાસ્પા) ગામના બાઈક
બાસ્પા બસ સ્ટેન્ડ પાસે ત્રિપક્ષીય અકસ્માત, બે યુવકો ગંભીર ઇજાગ્રસ્ત


પાટણ, 15 જૂન (હિ.સ.)બાસ્પા બસ સ્ટેન્ડ નજીક એક મારુતિ કારે બાઈકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કરની અસરથી બાઈકનું નિયંત્રણ ગુમાઈ ગયું અને તે સામેથી આવી રહેલી સ્કૂલવાનમાં ઘૂસી ગયું હતું.

આ અકસ્માતમાં મહંમદપુરા (બાસ્પા) ગામના બાઈક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાધનપુરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અકસ્માતના કારણે બાસ્પા બસ સ્ટેન્ડ વિસ્તારના મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી વાહનો ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande