ઈરાનના 6 અબજ ડોલરના ફંડને મુક્ત કરવા પર વિચારણા
મોસ્કો, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ./ રિયા નોવોસ્તી). અમેરિકા કતાર સાથે મળીને ઈરાનને માનવતાવાદી ખર્ચ માટે છ અબજ ડોલરની સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પર વિચારણા કરી રહ્યું છે. ''ધ વોલ સ્ટ્રીટ જર્નલ'' શનિવારે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, અ
ઈરાનના 6 અબજ ડોલરના ફંડને મુક્ત કરવા પર વિચારણા


મોસ્કો, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ./ રિયા નોવોસ્તી). અમેરિકા કતાર સાથે મળીને ઈરાનને માનવતાવાદી ખર્ચ માટે છ અબજ ડોલરની સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પર વિચારણા કરી રહ્યું છે.

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' શનિવારે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, અમેરિકા, કતાર સાથે મળીને એક યોજના પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત ઈરાનને માનવતાવાદી ખર્ચ માટે તેની 6 અબજ ડોલરની ફ્રીઝ કરાયેલી સંપત્તિ (ફંડ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.

અખબારના અહેવાલ મુજબ, આ પહેલને ઈરાન માટે એક પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહી છે, જેથી તે અમેરિકા સાથે અંતિમ કરાર પર વ્યાપક સમજૂતી કરી શકે.

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' એ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ કતારમાં હાલમાં જપ્ત કરાયેલા ફંડનો ઉપયોગ ખોરાક, દવા અને અન્ય માનવતાવાદી ચીજવસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવશે. સૂત્રોએ અખબારને જણાવ્યું હતું કે આ પદ્ધતિ ભવિષ્યમાં ઈરાનની અન્ય જપ્ત કરાયેલી સંપત્તિઓ અંગે છૂટછાટો આપવા માટે એક આધાર તરીકે કામ કરી શકે છે.

અહેવાલો અનુસાર, ઈરાને હજુ સુધી આ પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી નથી.

ગત 14 જૂનના રોજ ઈરાન અને અમેરિકાએ પુષ્ટિ કરી હતી કે, એક સમજૂતી કરાર પર કામ પૂર્ણ થઈ ગયું છે. 18 જૂનની રાત્રે બંને દેશોએ પરોક્ષ રીતે તે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા સૈન્ય સંઘર્ષને સમાપ્ત કરવાની વ્યવસ્થા છે. આ સમજૂતી કરાર બંને દેશોને ઈરાની પરમાણુ મુદ્દા અને અમેરિકી પ્રતિબંધો પર અંતિમ કરાર અંગે વાતચીત કરવા માટે 60 દિવસનો સમય આપે છે. આ ઉપરાંત તે અમેરિકા માટે તેની નૌકાદળ નાકાબંધી હટાવવા અને ઈરાન માટે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી શિપિંગ પુનઃસ્થાપિત કરવા માટેની સમયમર્યાદા પણ નક્કી કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / સચિન બુધૌલિયા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande