પંજાબ નેશનલ બેંક, જૈગલે વિઝા અને રૂપેની સુવિધાઓ ધરાવતું ક્રેડિટ કાર્ડ રજૂ કર્યું
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ). પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ, ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપની જૈગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડ સાથે ભાગીદારી કરીને એક નવું કો-બ્રાન્ડેડ ''ટ્વિન'' ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ અનોખું કાર્ડ ગ્રાહકોને એક સાથે વિઝા અને રૂપ
ક્રેડીટ કાર્ડ રજુ કરતા પીએનબી અને જૈગલ ના અધિકારીઓ


નવી દિલ્હી, 20 જૂન (હિ.સ). પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ, ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપની જૈગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડ સાથે ભાગીદારી કરીને એક નવું કો-બ્રાન્ડેડ 'ટ્વિન' ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ અનોખું કાર્ડ ગ્રાહકોને એક સાથે વિઝા અને રૂપે બંને નેટવર્કની સુવિધાઓ પ્રદાન કરે છે.

પંજાબ નેશનલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીએનબી એ જૈગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડ સાથે ભાગીદારી કરીને વિઝા અને રૂપેની સુવિધાઓ ધરાવતું સહ-બ્રાન્ડેડ ‘પીએનબી-જૈગલ ક્રેડિટ કાર્ડ’ રજૂ કર્યું છે. પર્યાવરણ પ્રત્યે સભાન ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ ક્રેડિટ કાર્ડ 'બાયોડિગ્રેડેબલ' સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા છે.

બેંકે જણાવ્યું હતું કે, આ કાર્ડ ડ્યુઅલ નેટવર્ક વિકલ્પ સાથે ઉપલબ્ધ થશે. આમાં વિઝા નેટવર્કની વૈશ્વિક સ્વીકૃતિ અને મુસાફરી સંબંધિત સુવિધાઓ સાથે રૂપે નેટવર્કના લાઇફસ્ટાઇલ લાભો તેમજ યુપીઆઈ આધારિત ચુકવણી સુવિધાનો સમન્વય કરવામાં આવ્યો છે. બેંકનો ઉદ્દેશ્ય ભારતના એવા ક્રેડિટ કાર્ડ માર્કેટમાં પોતાની હાજરી મજબૂત કરવાનો છે, જ્યાં હજુ પણ ખૂબ ઓછા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે અને સાથે જ યુવા ગ્રાહકોની વધતી માંગનો લાભ મેળવવાનો છે.

પંજાબ નેશનલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અશોક ચંદ્રાએ જણાવ્યું હતું કે, બેંક યુવા અને ડિજિટલ રીતે જાગૃત ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવીન ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં ક્રેડિટ કાર્ડ ક્ષેત્રમાં હજુ પણ વ્યાપક સંભાવનાઓ રહેલી છે અને ઝેગલ સાથેની ભાગીદારી બેંકના ક્રેડિટ કાર્ડ વ્યવસાયને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

જૈગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અવિનાશ રમેશ ગોડખિંડીએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી અમારી એ વ્યૂહરચનાનો મહત્વનો ભાગ છે જે અંતર્ગત અમે ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને વધુ ફાઇનાન્સિયલ ટેક્નોલોજી ઉત્પાદનો બનાવી રહ્યા છીએ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande