વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, એપ્રિલથી 14 જૂન સુધી નિકાસ 15 ટકા વધી: ગોયલ
- કહ્યું, ભારત-ઈયુ વેપાર કરાર પર ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થશે, આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચથી અમલમાં આવશે નવી દિલ્હી, 21 જૂન (હિ.સ) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રવિવારે જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ છતાં ચાલુ નાણ
ગોયલ


- કહ્યું, ભારત-ઈયુ વેપાર કરાર પર ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થશે, આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચથી અમલમાં આવશે

નવી દિલ્હી, 21 જૂન (હિ.સ) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રવિવારે જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ છતાં ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલથી 14 જૂન સુધી દેશની માલસામાનની નિકાસમાં આશરે 15 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. મે મહિનામાં ભારતની નિકાસ 18 ટકા વધીને 45.2 અબજ યુએસ ડોલર પર પહોંચી ગઈ છે, જે છ મહિનાની સર્વોચ્ચ સપાટી છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ મુંબઈમાં યોગ દિવસ નિમિત્તે, 'ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ' સાથેના સંવાદ દરમિયાન આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, 50 ટકા યુએસ ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ગત નાણાકીય વર્ષ 2025-26માં ભારતની નિકાસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જો આપણે એપ્રિલ અને મે મહિનાના આખા મહિનાની સાથે જૂનના 14 દિવસના ઉપલબ્ધ આંકડાઓની વાત કરીએ, તો તેમાં નિકાસમાં 15 ટકાનો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન વેપાર ખાધ વધીને 28.21 અબજ યુએસ ડોલર થઈ ગઈ છે. ગોયલે સંબોધન દરમિયાન 'ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ'ને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત અને 27 સભ્યોના યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીઆઈ) પર ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર કરવામાં આવશે અને આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન તે અમલમાં આવવાની સંભાવના છે. આ વર્ષે 27 જાન્યુઆરીએ ભારત અને યુરોપિયન યુનિયને વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.

વાણિજ્ય મંત્રાલય જૂન મહિનાના નિકાસ-આયાત સંબંધિત સત્તાવાર આંકડા 15 જુલાઈએ જાહેર કરશે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, એપ્રિલ-મે 2026-27 દરમિયાન દેશની નિકાસ 16.09 ટકા વધીને 88.91 અબજ યુએસ ડોલર રહી હતી, જ્યારે આયાત 15.14 ટકાની વૃદ્ધિ સાથે 145.35 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન વેપાર ખાધ 56.44 અબજ ડોલર નોંધાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande