ગિપ્પી ગ્રેવાલની ફિલ્મ, 'કેરી ઓન જટ્ટા 4'નું ટ્રેલર રિલીઝ
નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) પંજાબી સિનેમાની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ''કેરી ઓન જટ્ટા''ના ચોથા ભાગ ''કેરી ઓન જટ્ટા 4''નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સ્મીપ કાંગના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ, ગિપ્પી ગ્રેવાલ અને રવનીત કૌર ગ્રેવાલ
ફિલ્મ


નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) પંજાબી સિનેમાની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી 'કેરી ઓન જટ્ટા'ના ચોથા ભાગ 'કેરી ઓન જટ્ટા 4'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સ્મીપ કાંગના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ, ગિપ્પી ગ્રેવાલ અને રવનીત કૌર ગ્રેવાલે કર્યું છે. ફિલ્મમાં ગિપ્પી ગ્રેવાલ સાથે સરગુન મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર રિલીઝની સાથે જ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી દીધી છે.

ફિલ્મનું ટ્રેલર ભાવુક અંદાજમાં શરૂ થાય છે, જ્યાં કલાકારો દિવંગત દિગ્ગજ કોમેડિયન જસવિન્દર ભલ્લાને, શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. ત્યારબાદ વાર્તા તેના પરિચિત હાસ્ય રંગમાં રંગાઈ જાય છે. ટ્રેલરમાં ગુરપ્રીત ગુગ્ગી, ગિપ્પી ગ્રેવાલ અને બિન્નુ ઢિલ્લોન પોતાના જૂના અને લોકપ્રિય પાત્રોમાં પરત ફરતા જોવા મળે છે. વાર્તા એક જૂઠથી શરૂ થાય છે, જે પોતાના પ્રેમને મેળવવા માટે ગિપ્પીનું પાત્ર બોલે છે. આ જ જૂઠ આગળ જતાં અનેક ગેરસમજો અને રમુજી પરિસ્થિતિઓને જન્મ આપે છે, જેનાથી મનોરંજનનું સ્તર સતત વધતું જાય છે.

કોમેડી, ગૂંચવણ અને મનોરંજક ઘટનાઓથી ભરપૂર આ ટ્રેલર, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં ફ્રેન્ચાઇઝીની જૂની શૈલીને જાળવી રાખવાની સાથે નવા હાસ્ય તત્વો પણ ઉમેરવામાં આવ્યા છે. 'કેરી ઓન જટ્ટા 4' 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે અને નિર્માતાઓને આશા છે કે, આ ફિલ્મ પણ અગાઉના ભાગોની જેમ દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande