સામંથા રૂથ પ્રભુએ ખુશખબર આપી, ટૂંક સમયમાં માતા બનશે
નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ, સત્તાવાર રીતે તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે, સામંથાએ તેલુગુ ફિલ્મ માં ઈંટી બંગારમ ના પ્રમોશનલ ઇવેન્ટમાં આ ખુશખબર શેર કરી. તેના પ
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ, સત્તાવાર રીતે તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે, સામંથાએ તેલુગુ ફિલ્મ માં ઈંટી બંગારમ ના પ્રમોશનલ ઇવેન્ટમાં આ ખુશખબર શેર કરી. તેના પતિ અને દિગ્દર્શક રાજ નિદિમોરુ પણ હાજર હતા. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તે ટૂંક સમયમાં તેના પહેલા બાળકનું સ્વાગત કરશે.

માં ઈંટી બંગારમ ફિલ્મની સફળતા બાદ, સમન્થાની જાહેરાત તેના ચાહકો માટે વધુ એક મોટી ખુશી લાવે છે. તેની ગર્ભાવસ્થાને લગતી લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓનો અંત લાવતા, અભિનેત્રીએ તેના જીવનના આ નવા પ્રકરણ વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો. આ સમાચાર મળતાની સાથે જ ચાહકો અને ફિલ્મ હસ્તીઓએ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપવાનું શરૂ કર્યું.

આ કાર્યક્રમ દરમિયાન, સમન્થાએ એ પણ ખુલાસો કર્યો કે, તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેશે. તેણીએ જણાવ્યું હતું કે, તેણીની ગર્ભાવસ્થાને કારણે, તે પ્રસૂતિ રજા લેશે અને તેના પરિવાર સાથે સમય વિતાવશે. જો કે, અભિનેત્રીએ તેના ચાહકોને ખાતરી આપી હતી કે, આ ફક્ત એક નાનો વિરામ હશે અને તે ટૂંક સમયમાં એક નવી ફિલ્મ સાથે સ્ક્રીન પર પાછી ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande