ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે, સોનમ વાંગચુક રવિવારથી ભૂખ હડતાળ પર ઉતરશે
નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.): પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક, રવિવારથી દિલ્હીના જંતર મંતર પર અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ શરૂ કરશે. તેઓ કથિત નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. કો
અભિજિત દીપકે અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક


નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.): પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક, રવિવારથી દિલ્હીના જંતર મંતર પર અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ શરૂ કરશે. તેઓ કથિત નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે.

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના વડા અભિજીત દિપકે એ, સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી. આ ભૂખ હડતાળ સીજેપી ના જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો એક ભાગ છે.

આ પહેલા, સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ 27 જૂન સુધી સરકારના પ્રતિભાવની રાહ જોશે. જો તેમને શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા અથવા લદ્દાખના પર્યાવરણ અને સંસ્કૃતિના રક્ષણ સંબંધિત મુદ્દાઓ પર સકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો તેઓ 28 જૂનથી જંતર મંતર પર ભૂખ હડતાળ શરૂ કરશે.

સીજેપી એ, દેશભરના યુવાનો અને નાગરિકોને સોનમ વાંગચુક અને આ અભિયાનના સમર્થનમાં એકતા દર્શાવવા માટે 28 જૂને જંતર મંતર પહોંચવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande