‘મેડ ઇન ઇન્ડિયા’ માત્ર લેબલ નહીં, ગુણવત્તા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક : ગોયલ
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ‘મેડ ઇન ઇન્ડિયા’ માત્ર ઉત્પાદ પર અંકિત લેબલ નથી, પરંતુ ગુણવત્તા પ્રત્યે ભારતની પ્રતિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ગુણવત્તા માત્ર કંપનીઓના પ્રદર્શનનું માપદંડ
ુદબોત


નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ‘મેડ ઇન ઇન્ડિયા’ માત્ર ઉત્પાદ પર અંકિત લેબલ નથી, પરંતુ ગુણવત્તા પ્રત્યે ભારતની પ્રતિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ગુણવત્તા માત્ર કંપનીઓના પ્રદર્શનનું માપદંડ નથી, પરંતુ દેશ પ્રત્યેની રાષ્ટ્રીય જવાબદારી પણ છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ લંડનમાં 27 જૂને યોજાયેલા એક વ્યાવસાયિક સત્રમાં તમિલનાડુના અંબુર સ્થિત ફ્લોરેન્સ શૂ કંપનીના સ્થાપક અકીલ અહમદ પનરૂના સફળતાનો ઉલ્લેખ કરતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતીય ઉદ્યમીઓ વિશ્વસ્તરીય ઉત્પાદન દ્વારા ‘બ્રાન્ડ ઇન્ડિયા’ની છબીને વૈશ્વિક સ્તરે મજબૂત કરી રહ્યા છે.

ગોયલે પોતાના સંબોધનમાં કહ્યું કે એક આંતરરાષ્ટ્રીય ગ્રાહકે કાહિરા એરપોર્ટ પર લક્ઝરી બ્રાન્ડ હ્યુગો બોસનો એક જૂતો જોયો. તેના પર લાગેલા લેબલની તપાસ કરતાં તેમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ અંકિત મળ્યું. આ જૂતો અંબુર સ્થિત ફ્લોરેન્સ શૂ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, “જ્યારે કોઈ ઉત્પાદ પર ‘મેડ ઇન ઇન્ડિયા’ લખેલું હોય છે, ત્યારે તે માત્ર એક કંપનીનું નહીં, પરંતુ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે.” ગોયલે કહ્યું કે, અકીલ જેવા ઉદ્યમીઓ માટે ગુણવત્તા વ્યવસાયિક ધોરણ સાથે રાષ્ટ્રના સન્માન અને વિશ્વાસ સાથે જોડાયેલી જવાબદારી છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ‘એક્સ’ પોસ્ટ પર શેર કરેલા સંદેશમાં કહ્યું કે પનરૂનાએ ભારતીય કારીગરીને દુનિયાના પ્રતિષ્ઠિત બ્રાન્ડ સુધી પહોંચાડવાની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે રોજગાર સર્જ્યો છે. તેમણે ઉત્પાદન ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવા અને ‘ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ’ જેવી પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ટેક્નોલોજી અપનાવવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી છે.

ગોયલે આગળ લખ્યું, ‘લંડનમાં ભારતીય સમુદાય અને બિઝનેસ કમ્યુનિટીના લોકો સાથે મળીને સાંજ ખૂબ સારી રહી. મેં ભારત અને યુકે વચ્ચે એક જીવંત પુલ તરીકે ભારતીય સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી, જે આર્થિક, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે. મેં 15 જુલાઈ, 2026થી અમલમાં આવનાર ઈન્ડિયા-યુકે સીઈટીએથી મળનારા અવસરો પર પણ ભાર મૂક્યો. આથી વેપાર, રોકાણ અને ઇનોવેશનના ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ થશે, જે બંને દેશોની સહભાગી સમૃદ્ધિમાં યોગદાન આપશે.’

ઉલ્લેખનીય છે કે, પીયૂષ ગોયલ 25થી 27 જૂન સુધી બ્રિટનની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાત પર હતા, જ્યાં તેમણે ભારત-બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (સીઈટીએ)ના અમલીકરણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમજૂતી 15 જુલાઈથી અમલમાં આવશે. તેના હેઠળ ચામડું અને ફૂટવેર જેવા શ્રમ-પ્રધાન ભારતીય ઉત્પાદનોને બ્રિટનના બજારમાં શુલ્કમુક્ત પ્રવેશ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande