કેન્દ્રએ ઝારખંડના મહિલા ખેડૂત ઉત્પાદક જૂથની 1.5 મેટ્રિક ટન આમ્રપાલી કેરી યુનાઇટેડ કિંગડમ મોકલી
નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.). કેન્દ્ર સરકારે ઝારખંડના સિમડેગા જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત ખેડૂત ઉત્પાદક કંપની (એફપીસી)ની આમ્રપાલી કેરીઓની પ્રથમ વાણિજ્યિક ખેપ, યુનાઇટેડ કિંગડમ (યુકે) મોકલી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કૃષિ અને પ
એફપીસીની આમ્રપાલી કેરીઓની પ્રથમ વાણિજ્યિક ખેપ, યુનાઇટેડ કિંગડમ (યુકે) મોકલી


નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.). કેન્દ્ર સરકારે ઝારખંડના સિમડેગા જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત ખેડૂત ઉત્પાદક કંપની (એફપીસી)ની આમ્રપાલી કેરીઓની પ્રથમ વાણિજ્યિક ખેપ, યુનાઇટેડ કિંગડમ (યુકે) મોકલી છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કૃષિ અને પ્રક્રિયા કરેલા ખાદ્ય ઉત્પાદન નિકાસ વિકાસ પ્રાધિકરણ (એપીડા)ની પહેલથી 1.5 મેટ્રિક ટન આમ્રપાલી કેરી લંડન નિકાસ કરવામાં આવી છે, જેનાથી મહિલા ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ મળી છે. કેરીઓની આ પ્રથમ ખેપને 04 જૂને કોલકાતાથી રવાના કરવામાં આવી. ખેપમાં સામેલ કેરીઓ સિમડેગા જિલ્લાના બાનો પ્રખંડમાં આવેલી મહિલાઓ દ્વારા સંચાલિત બેઉરા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ પાસેથી લેવામાં આવી હતી.

મંત્રાલયે જણાવ્યું કે, એપીડાએ 05 મેના રોજ સિમડેગા જિલ્લાના ખેડૂત ઉત્પાદક સંગઠનો, ખેડૂત ઉત્પાદક કંપનીઓ અને પ્રગતિશીલ ખેડૂતો માટે નિકાસલક્ષી ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં નિકાસના ધોરણો, ગુણવત્તાની જરૂરિયાતો અને વૈશ્વિક બજારની સંભાવનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પછી, એપીડાએ બેઉરા એફપીસી અને નિકાસકાર કંપની વચ્ચે સંપર્ક સ્થાપિત કરીને નિકાસ ગુણવત્તાવાળી કેરીઓની ખરીદી સુનિશ્ચિત કરાવી.

આનાથી ખેડૂત ઉત્પાદક કંપની સીધી નિકાસ મૂલ્ય શૃંખલાનો ભાગ બની છે. આનાથી જોડાયેલા ખેડૂતોને સ્થાનિક બજારની તુલનામાં વધુ સારો ભાવ મળ્યો છે. મંત્રાલય અનુસાર, આ પગલું ક્ષેત્રમાં ગુણવત્તા આધારિત ઉત્પાદન, બહેતર પાક પછીનું વ્યવસ્થાપન અને આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલનને પ્રોત્સાહન આપશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેને સ્થાનિક વૈશ્વિક બન્યાનું સશક્ત ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, ઝારખંડના સિમડેગાની મહિલા ખેડૂત ઉત્પાદક કંપની દ્વારા ઉગાડવામાં આવેલી આમ્રપાલી કેરીઓ હવે યુનાઇટેડ કિંગડમ પહોંચવાની છે. એપીડાના સતત પ્રયાસોથી ખેડૂતોને વધુ સારો ભાવ, મહિલાઓને નવી ઓળખ અને ભારતના કૃષિ નિકાસને નવી ગતિ મળી રહી છે.

મંત્રાલય અનુસાર, ઝારખંડની કૃષિ-આબોહવા પરિસ્થિતિઓ બાગાયતી પાકો માટે અનુકૂળ છે. રાજ્યમાં ઉત્પાદિત આમ્રપાલી કેરીઓ તેમની ગુણવત્તા અને બજાર સ્વીકૃતિ માટે જાણીતી છે. આ ખેપ સાથે ઝારખંડ પણ તે રાજ્યોની યાદીમાં સામેલ થઈ ગયું છે, જ્યાંથી તાજા ફળો આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે.

એપીડા કૃષિ અને પ્રક્રિયા કરેલા ખાદ્ય ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે બજાર વિકાસ, ક્ષમતા નિર્માણ, ગુણવત્તા સુધારણા, ટ્રેસેબિલિટી પ્રણાલી અને નિકાસ પ્રોત્સાહન પ્રવૃત્તિઓ દ્વારા સહાય પૂરી પાડે છે. સાથે જ મહિલા અને આદિવાસી ખેડૂત જૂથોને વૈશ્વિક બજારો સાથે જોડવા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande