પંજાબ નેશનલ બેંકનો એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 5,253 કરોડ રૂપિયા
નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ, ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના (એપ્રિલ-જૂન) પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. બેંકનો પ્રથમ ક્વાર્ટરમાં એકલ ધોરણે ચોખ્ખો નફો ત્રણ ગણાથી વધુ વધીને 5,253 કરોડ રૂપિયા
પંજાબ નેશનલ બેંક


નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ, ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના (એપ્રિલ-જૂન) પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. બેંકનો પ્રથમ ક્વાર્ટરમાં એકલ ધોરણે ચોખ્ખો નફો ત્રણ ગણાથી વધુ વધીને 5,253 કરોડ રૂપિયા રહ્યો. પાછલા નાણાકીય વર્ષ 2025-26ના આ જ સમયગાળામાં બેંકનો ચોખ્ખો નફો 1,675 કરોડ રૂપિયા રહ્યો હતો.

પીએનબીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે, 30 જૂન, 2026 ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં તેની કુલ આવક 37,231 કરોડ રૂપિયા પર સ્થિર રહી. જોકે, બેંકની વ્યાજ આવક થોડી વધીને 32,897 કરોડ રૂપિયા થઈ ગઈ, જે આના અગાઉના નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં 31,964 કરોડ રૂપિયા રહી હતી. આ સમયગાળા દરમિયાન બેંકનો સંચાલન નફો વધીને 7,519 કરોડ રૂપિયા થયો, જ્યારે એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં તે 7,081 કરોડ રૂપિયા હતો.

પંજાબ નેશનલ બેંક અનુસાર, બેંકની સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કુલ બિન-કાર્યકારી સંપત્તિ (એનપીએ) ઘટીને કુલ લોનના 2.78 ટકા રહી, જે એક વર્ષ પહેલા 3.78 ટકા હતી. તેવી જ રીતે, ચોખ્ખી બિન-કાર્યકારી સંપત્તિ (એનપીએ) એટલે કે ફસાયેલી લોન ઘટીને 0.26 ટકા રહી ગઈ, જ્યારે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં તે 0.38 ટકા હતી.

બેંક અનુસાર, કુલ રકમના રૂપમાં કુલ બિન-કાર્યકારી સંપત્તિ (એનપીએ) ઘટીને 35,381 કરોડ રૂપિયા રહી, જે પાછલા નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 42,673 કરોડ રૂપિયા હતી. જ્યારે, ચોખ્ખી બિન-કાર્યકારી સંપત્તિ (એનપીએ) ઘટીને 3,433 કરોડ રૂપિયા રહી, જે પાછલા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં 4,132 કરોડ રૂપિયા હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande