
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) સ્થાનિક સોના-ચાંદી બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન નજીવી નબળાઈ જોવા મળી રહી છે. ભાવમાં આવેલા ઘટાડાને કારણે દેશના મોટાભાગના સોના-ચાંદી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,43,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,43,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે 22 કેરેટ સોનું આજે 1,31,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,31,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ સાંકેતિક નબળાઈ આવવાને કારણે આ ચમકતી ધાતુ દિલ્હી સોના-ચાંદી બજારમાં આજે 2,29,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,43,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,31,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,43,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,31,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. આ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 1,43,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,31,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,43,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર અને 22 કેરેટ સોનું 1,31,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર વેચાઈ રહ્યું છે. આ જ રીતે કલકતામાં 24 કેરેટ સોનું 1,43,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,31,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ