પી. વી. સિંધુ જાપાન ઓપન 2026ની ફાઇનલમાં, ચેન યુફેઈ ઈજાને કારણે સેમિફાઇનલમાંથી હટી
ટોક્યો, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ, શાનદાર પ્રદર્શન કરતા જાપાન ઓપન 2026ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ચીનની વિશ્વ નંબર-4 ચેન યુફેઈ ઈજાને કારણે મુકાબલો અધવચ્ચે જ છોડવા મજબ
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ


ટોક્યો, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ, શાનદાર પ્રદર્શન કરતા જાપાન ઓપન 2026ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ચીનની વિશ્વ નંબર-4 ચેન યુફેઈ ઈજાને કારણે મુકાબલો અધવચ્ચે જ છોડવા મજબૂર થઈ, જેના કારણે સિંધુને વિજેતા જાહેર કરવામાં આવી.

મુકાબલા દરમિયાન સિંધુ, પહેલી ગેમ 21-19થી જીતી ચૂકી હતી અને બીજી ગેમમાં 15-10થી આગળ ચાલી રહી હતી. આ જ દરમિયાન ચેન યુફેઈ હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન દેખાઈ અને મેચમાંથી હટવાનો નિર્ણય કર્યો.

પહેલી ગેમમાં સખત ટક્કર બાદ સિંધુએ લીડ બનાવી

સિંધુએ મુકાબલાની શરૂઆત આક્રમક અંદાજમાં કરી અને પહેલા ગેમના મધ્ય સુધી ચાર અંકની લીડ બનાવી લીધી. જોકે, પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન ચેન યુફેઈએ શાનદાર વાપસી કરતા સ્કોર 19-19થી બરાબર કરી દીધો.

દબાણ હોવા છતાં સિંધુએ સંયમ જાળવી રાખ્યો અને પહેલી ગેમ 21-19થી પોતાના નામે કરી લીધી.

બીજી ગેમમાં સિંધુનો દબદબો

બીજા ગેમમાં પણ સિંધુએ શરૂઆતથી જ મેચ પર નિયંત્રણ જાળવી રાખ્યું. તેણે 15-10ની મજબૂત લીડ મેળવી લીધી હતી, ત્યારે જ ચેન યુફેઈએ ઈજાને કારણે મુકાબલો છોડી દીધો અને સિંધુ ફાઇનલમાં પહોંચી ગઈ.

શાનદાર વાપસીનો સિલસિલો ચાલુ

આ જીત સાથે 31 વર્ષીય સિંધુનો શાનદાર ફોર્મ ચાલુ છે. વર્ષ 2026ની શરૂઆત તેણે વિશ્વ રેન્કિંગમાં 18મા સ્થાનેથી કરી હતી, પરંતુ સતત સારા પ્રદર્શનના જોરે તે ટોપ-10માં વાપસી કરતા હવે વિશ્વ નંબર-9 બની ચૂકી છે.

ફાઇનલમાં કોની સાથે થશે મુકાબલો?

જાપાન ઓપનના ખિતાબી મુકાબલામાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગુચી અને ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વારદાની વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા સાથે થશે. ભારતની સ્ટાર શટલર હવે લાંબા સમય બાદ સુપર 750 ખિતાબ જીતવાના ઇરાદાથી ફાઇનલમાં ઉતરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande