આર્જેન્ટિનાના રાજદૂત એ ફીફા વર્લ્ડ કપમાં સમર્થન માટે, ભારતીય ફૂટબોલ ચાહકોનો આભાર માન્યો
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેન સામે વધારાના સમયમાં 0-1થી હારીને ઉપવિજેતા રહેલી આર્જેન્ટિનાની ટીમને મળેલા સમર્થન માટે ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કૌસિનોએ ભારતીય ફૂટબોલ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. કૌસિન
ફીફા


નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેન સામે વધારાના સમયમાં 0-1થી હારીને ઉપવિજેતા રહેલી આર્જેન્ટિનાની ટીમને મળેલા સમર્થન માટે ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કૌસિનોએ ભારતીય ફૂટબોલ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.

કૌસિનોએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ શેર કરતા, ભારતમાં આર્જેન્ટિના પ્રત્યે સતત વધી રહેલા સમર્થનની પ્રશંસા કરી. તેમણે લખ્યું, આ વર્લ્ડ કપ દરમિયાન આર્જેન્ટિનાની ટીમને સતત સમર્થન આપવા બદલ ભારતના લોકોનો ખૂબ ખૂબ આભાર. ભારત, ફરી એકવાર તમારો આભાર!

વર્લ્ડ કપ-2022માં લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટિનાના વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ભારતમાં ટીમ અને મેસ્સીના ચાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ કારણોસર, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતમાં પણ ચાહકોએ આર્જેન્ટિનાનો ઉત્સાહ વધાર્યો.

ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં ઉતરેલી આર્જેન્ટિના સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી, પરંતુ ખિતાબ બચાવવાનું તેનું સપનું ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં તૂટી ગયું. સ્પેને વધારાના સમયમાં 1-0થી જીત નોંધાવીને 2010 પછી પોતાનો બીજો ફીફા વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો. મેચનો એકમાત્ર અને નિર્ણાયક ગોલ ફેરન ટોરેસે 106મી મિનિટે કર્યો.

આખી મેચમાં સ્પેનનું વર્ચસ્વ જોવા મળ્યું. સ્પેને સતત આક્રમણ કરતા ઘણા અવસરો બનાવ્યા, જ્યારે આર્જેન્ટિના તેની મજબૂત રક્ષણ પંક્તિને ભેદવામાં સફળ ન થઈ શકી.

જોકે, આર્જેન્ટિના ખિતાબ બચાવવામાં સફળ ન રહી, પરંતુ સતત બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ સુધી પહોંચવાની તેની સિદ્ધિને ભારત સહિત દુનિયાભરના ચાહકોએ વખાણી.

હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande