'ધ ઓડિસી'નો બોક્સ ઓફિસ પર દબદબો યથાવત
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) નિર્દેશક ક્રિસ્ટોફર નોલનની બહુપ્રતીક્ષિત ફિલ્મ ''ધ ઓડિસી'' ભારતીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 17.40 કરોડ રૂપિયાની કમાણી સાથે નોલનની કારકિર્દીની ભારતમાં સૌથી મોટી ઓપનિંગ નોંધાવી અને તેમ
ફિલ્મ


નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) નિર્દેશક ક્રિસ્ટોફર નોલનની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'ધ ઓડિસી' ભારતીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 17.40 કરોડ રૂપિયાની કમાણી સાથે નોલનની કારકિર્દીની ભારતમાં સૌથી મોટી ઓપનિંગ નોંધાવી અને તેમની અગાઉની ફિલ્મ 'ઓપેનહાઇમર'ના પહેલા દિવસના કલેક્શનને પાછળ છોડી દીધું. રિલીઝના પહેલા ત્રણ દિવસમાં ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 61.30 કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કરી લીધો છે.

સેકનિલ્કના પ્રારંભિક આંકડા અનુસાર, 'ધ ઓડિસી'એ ત્રીજા દિવસે 21.90 કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે બીજા દિવસે તેનો બિઝનેસ 22 કરોડ રૂપિયા રહ્યો. આ સાથે ફિલ્મનું ગ્રોસ કલેક્શન ભારતમાં 73.19 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વળી, વૈશ્વિક સ્તરે ફિલ્મે લગભગ 2,270 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આઇમેક્સ ફોર્મેટમાં બનેલી આ ફિલ્મમાં મેટ ડેમન સાથે ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે.

વળી, અજય દેવગન અભિનીત 'ધમાલ 4' પણ બોક્સ ઓફિસ પર મજબૂતીથી ટકી રહી છે. ઇન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી આ કોમેડી ફિલ્મે બીજા વીકએન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવતા રિલીઝના 10મા દિવસે 12.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ સાથે ફિલ્મનું કુલ ઘરેલુ નેટ કલેક્શન 124.50 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. 'ધમાલ' ફ્રેન્ચાઇઝીની ચોથી કડીમાં અજય દેવગન ઉપરાંત રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, રવિ કિશન, અંજલિ આનંદ અને સંજીદા શેખ પણ મહત્વની ભૂમિકાઓમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande