રોમેન્ટિક ડ્રામા ફિલ્મ, 'તેરા યાર હું મૈં'નું પાર્ટી ગીત 'ફ્રેન્ડ ફ્રેન્ડ' રિલીઝ
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) દિગ્દર્શક મિલાપ મિલન ઝવેરીની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ''તેરા યાર હું મૈં''નું, નવું પાર્ટી ગીત ''ફ્રેન્ડ ફ્રેન્ડ'' રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર અને અગાઉ રિલીઝ થયેલા ગીતો પછી હવે આ નવા ગીતે પણ સોશિયલ મીડિયા અને યુટ
ફિલ્મ


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) દિગ્દર્શક મિલાપ મિલન ઝવેરીની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'તેરા યાર હું મૈં'નું, નવું પાર્ટી ગીત 'ફ્રેન્ડ ફ્રેન્ડ' રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર અને અગાઉ રિલીઝ થયેલા ગીતો પછી હવે આ નવા ગીતે પણ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ દ્વારા દિગ્દર્શક ઇન્દ્ર કુમારના પુત્ર અમન ઇન્દ્ર કુમાર બોલિવૂડમાં પદાર્પણ કરી રહ્યા છે, જ્યારે તેમની સાથે અભિનેત્રી આકાંક્ષા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

રિલીઝ થયેલા 'ફ્રેન્ડ ફ્રેન્ડ' ગીતમાં અમન અને આકાંક્ષાની શાનદાર કેમેસ્ટ્રી અને ઉત્સાહપૂર્ણ નૃત્ય જોવા મળે છે. પાર્ટી થીમ પર આધારિત આ ગીતને મીત બ્રધર્સ અને ખુશ્બુ ગ્રેવાલે પોતાનો અવાજ આપ્યો છે. તેનું સંગીત મીત બ્રધર્સે તૈયાર કર્યું છે, જ્યારે ગીતો કુમારે લખ્યા છે. ગીતમાં નાસિરનો રેપ પણ સામેલ છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે.

રોમાન્સ, એક્શન અને મનોરંજનથી ભરપૂર 'તેરા યાર હું મૈં'માં પરેશ રાવલ અને જોની લીવર પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મને લઈને દર્શકોમાં પહેલેથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નિર્માતાઓને આશા છે કે તેનું નવું ગીત ફિલ્મની રિલીઝ પહેલાં માહોલને વધુ ગરમ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande