સચિનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, 16 વર્ષના કિશોર સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો
સુરત, 26 જુલાઈ (હિ.સ.): સુરતના સચિન વિસ્તારમાં 14 વર્ષીય સગીરાની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ઘર છોડીને છેલ્લા દોઢથી બે મહિનાથી સુરતમાં રહેતી સગીરાનો પરિચય 16 વર્ષના કિશોર સાથે થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, કિશોરે સગીરાની પર
સચિનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, 16 વર્ષના કિશોર સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો


સુરત, 26 જુલાઈ (હિ.સ.): સુરતના સચિન વિસ્તારમાં 14 વર્ષીય સગીરાની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ઘર છોડીને છેલ્લા દોઢથી બે મહિનાથી સુરતમાં રહેતી સગીરાનો પરિચય 16 વર્ષના કિશોર સાથે થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, કિશોરે સગીરાની પરિસ્થિતિનો લાભ લઈ તેને પ્રેમસંબંધમાં ફસાવી 15 અને 16 જુલાઈ દરમિયાન અલગ-અલગ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

ઘટના બાદ સગીરાએ સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવી હતી. સગીરા અગાઉ મધ્યપ્રદેશથી ગુમ થતાં તેના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને તેની શોધખોળ ચાલી રહી હતી. ઘટનાની જાણ થતાં પરિવાર સુરત પહોંચ્યો અને સગીરાના પિતાએ સચિન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી.

ફરિયાદના આધારે સચિન પોલીસે 16 વર્ષના કિશોર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande