વરસાદ બાદ સુરતમાં ઝેરી સાપોનો ખતરો વધ્યો, અડાજણમાં સ્પોર્ટ્સ બાઇકમાંથી કોબ્રાનું રેસ્ક્યુ
સુરત, 26 જુલાઈ (હિ.સ.) : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનું પાણી ઓસર્યા બાદ હવે રહેણાંક વિસ્તારોમાં ઝેરી સાપો અને અન્ય વન્યજીવો દેખાવાની ઘટનાઓમાં વધારો થયો છે. અમરોલી વિસ્તારમાં મગરનું બચ્ચું મળી આવ્યાના એક દિવસ બાદ રવિવારે અડાજણના ગુજરાત ગેસ સ
स्पोर्ट्स बाइक से निकला जहरीला कोबरा


સુરત, 26 જુલાઈ (હિ.સ.) : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનું પાણી ઓસર્યા બાદ હવે રહેણાંક વિસ્તારોમાં ઝેરી સાપો અને અન્ય વન્યજીવો દેખાવાની ઘટનાઓમાં વધારો થયો છે. અમરોલી વિસ્તારમાં મગરનું બચ્ચું મળી આવ્યાના એક દિવસ બાદ રવિવારે અડાજણના ગુજરાત ગેસ સર્કલ નજીક પાર્ક કરાયેલી એક સ્પોર્ટ્સ બાઇકમાંથી ઝેરી કોબ્રા મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.

માહિતી અનુસાર, TVS Apache RR 310 બાઇકના માલિકે બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરતાં એન્જિન અને હેડલાઇટ વચ્ચેના ભાગમાં કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જાણીતા સ્નેક રેસ્ક્યુઅર ધવલ ભંડારી પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોબ્રા બાઇકની પ્લાસ્ટિક બોડી અને હેડલાઇટ પાછળના સાંકડા ભાગમાં ફસાઈ ગયો હતો, જેના કારણે રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી.

કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કોબ્રા બાઇકના અલગ-અલગ ભાગોમાં સરકતો રહ્યો હતો. સ્નેક સ્ટિક અને ટોર્ચની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંતે ધવલ ભંડારી અને તેમની ટીમે કોબ્રાને કોઈપણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢીને કન્ટેનરમાં કબજે લીધો હતો.

કોબ્રાનું સફળ રેસ્ક્યુ થતાં બાઇક માલિક અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની માર્ગદર્શિકા મુજબ રેસ્ક્યુ કરાયેલા કોબ્રાને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડવામાં આવશે.

ભારે વરસાદ બાદ શહેરમાં ઝેરી સાપો સહિતના વન્યજીવો રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ સાપ કે વન્યજીવ દેખાય તો તેને પકડવાનો પ્રયાસ ન કરી તાત્કાલિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત સ્નેક રેસ્ક્યુઅરને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande