નટરાજ કલા આંગન ગાંધીનગર દ્વારા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026 યોજાયો
ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : નટરાજ કલા આંગન ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સંસ્થાના બે વર્ષ પૂરા થતાં હોય ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026 25 જુલાઈના રોજ ડો. આંબેડકર ભવન સેક્ટર 12 ખાતે યોજાયો. ધારાસભ્ય રીટાબેન પટેલ, મ
ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026


ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026


ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026


ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026


ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026


ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : નટરાજ કલા આંગન ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સંસ્થાના બે વર્ષ પૂરા થતાં હોય ગુરુ પૂર્ણિમા કલા ઉત્સવ 2026 25 જુલાઈના રોજ ડો. આંબેડકર ભવન સેક્ટર 12 ખાતે યોજાયો. ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરગભાઈ વ્યાસ એ અભિનંદન સંદેશ પાઠવ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ ડો. સ્વાતિબેન ઉપાધ્યાય (સિનિયર સર્જન, એપોલો હોસ્પિટલ) તેમજ કોર્પોરેટર હેમાબેન ભટ્ટ, ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના ડો. મયુર જોષી, કલા પ્રેમી આશાબેન સરવૈયા એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના મુખ્ય હેતુની છણાવટ કરી. રાજેશભાઈ ત્રિવેદી એ કલા આંગન ગાંધીનગર સંસ્થાનો ખૂબ સુંદર પરીચય આપ્યો અને દીકરીઓ સાથે દીકરાઓને પણ આહવાન કર્યું કે તેઓ પણ શરમ છોડી કથ્થક જેવી શાસ્ત્રીય નૃત્યની કલા શીખે. પ્રો. ઉમેશભાઈ રાવળે આભાર વિધિ કરી અને સમગ્ર વાતાવરણને આત્મીય બનાવી દીધું.

આ કાર્યક્રમમાં કલા આંગન ગાંધીનગર, કલાક્ષેત્ર ભાવનગર દ્વારા વિવિધ કથકનૃત્યો અને રાકેશ વાણી દ્વારા તબલા વાદન રજૂ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત જીગરભાઈ ભટ્ટ અને ડો.પ્રાચી ત્રિવેદી ના ગુરુવંદના નૃત્ય સાથે થઈ. ત્યાર બાદ કલાક્ષેત્ર ભાવનગર દ્વારા ગણેશવંદના તથા વિવિધ રાગો જેવાકે બાગેશ્રી વિગેરે પર સમૂહ કથક નૃત્યો રજૂ કર્યા. રાકેશભાઈ વાણી એ તબલાના અનેકવિધ તાલ હાર્મોનિયમ અને સારંગીની સંગતથી વગાડી પ્રેક્ષકોના દિલ જીતી લીધા.

કલા આંગન ગાંધીનગર ના એકદમ નવા ૬ વર્ષથી ૪૫ વર્ષના વિદ્યાર્થી બહેનોએ સત સૃષ્ટી તાંડવ રચયિતા ઉપર અદભૂત કથક રજૂ કરી સાક્ષાત મહાદેવ અને પાર્વતી દેવીની અનુભૂતિ કરાવી. આ સંસ્થાના સૌથી પહેલી બેચના વિદ્યાર્થી બહેનોએ તીનતાલના વિવિધ પ્રકારના પ્રયોગો કરી કૃષ્ણ, ગણેશ, શિવ, શિવા વિગેરેની કથા પોતાના અદ્ભુત આંગી અને હાવભાવ સાથે કથક નૃત્ય રજૂ કર્યું.

છેલ્લે કલા આંગન ગાંધીનગરના સંચાલિકા ડો. પ્રાચી ત્રિવેદીએ રામ તમે સીતાજી ના તોલે ન આવો ઉપર કથક રજૂ કરી સ્ત્રી શક્તિ શું છે તેનો અનુભવ પ્રેક્ષકોને કરાવ્યો. સૃષ્ટિ પરમારે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ.

પ્રેક્ષકોએ આપણી સાંસ્કૃતિક પરંપરાની જાણકારી મેળવી પોતાના બાળકો આવા શોખ કેળવે તે માટે પોતાની તૈયારી દર્શાવી. કલા પ્રેમી જનતાનો જાહેર આભાર કલા આંગન ગાંધીનગર દ્વારા માનવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande