છત્તીસગઢના બલોદા બજારમાં ઉદ્યોગપતિના પરિસરમાં ઈડી અને આઈટી ના દરોડા
રાયપુર/બલોદા બજાર, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ): આજે વહેલી સવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને આવકવેરા વિભાગ (આઈટી) એ, ભારે પોલીસ દળ સાથે છત્તીસગઢના બલોદા બજારમાં અગ્રણી બ્રાસ અને બાંધકામ ઉદ્યોગપતિ રાજકુમાર સરાફના નિવાસસ્થાન અને અન્ય પરિસરમાં
છત્તીસગઢના બલોદા બજારમાં ઉદ્યોગપતિના પરિસરમાં ઈડી અને આઈટી ના દરોડા


રાયપુર/બલોદા બજાર, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ): આજે વહેલી સવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને આવકવેરા વિભાગ (આઈટી) એ, ભારે પોલીસ દળ સાથે છત્તીસગઢના બલોદા બજારમાં અગ્રણી બ્રાસ અને બાંધકામ ઉદ્યોગપતિ રાજકુમાર સરાફના નિવાસસ્થાન અને અન્ય પરિસરમાં દરોડા પાડ્યા. આ મોટી કાર્યવાહીથી સમગ્ર વિસ્તાર અને વેપારી સમુદાયમાં ખળભળાટ મચી ગયો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડી અને આઈટી અધિકારીઓ ઘરની અંદર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ કર્મચારીઓ બહાર તૈનાત છે. ઘરમાંથી બહાર નીકળેલા અધિકારીએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ટીમો દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને વ્યવસાયિક રેકોર્ડની તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande