ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ, 13 ડેમ 100 ટકા ભરાયા
- સરદાર સરોવર નર્મદા ડેમ 69.25 ટકા ભરાયો ગાંધીનગર, 27 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. ૨૭ જુલાઈ-૨૦૨૬ સવારે ૦૮
નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થઈ,5 ગેટ ખોલી 60 હજાર ક્યુસેક પાણી છોડયુ


- સરદાર સરોવર નર્મદા ડેમ 69.25 ટકા ભરાયો

ગાંધીનગર, 27 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. ૨૭ જુલાઈ-૨૦૨૬ સવારે ૦૮ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે જ્યારે ૨૧ ડેમ માટે 'હાઈ એલર્ટ' પર જાહેર કરવામાં આવી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૨,૩૧,૩૪૨ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૯.૨૫ ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ ૩,૨૩૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે ૫૪ ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૬૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.

જ્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના ૨૦૬ મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ ૨,૫૩,૩૩૬ MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૫.૪૧ ટકા છે. રાજ્યમાં ૧૩ જળાશયો ૧૦૦ એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત ૨૬ જળાશય ૯૦ થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૫ જળાશય ૨૫ થી ૫૦ તેમજ ૮૪ જળાશયો ૨૫ ટકા થી ઓછા ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ૦૫ જળાશયો એલર્ટ પર જ્યારે ૧૩ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ ૨૭,૪૧૨ ક્યુસેક પાણીની આવક સામે ૩૭ હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે જ્યારે ઉકાઈ જળાશયમાં ૧૧,૬૮૯ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આમ રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ એમ કુલ ૦૯ જળાશયોમાં ૧,૨૦૦ થી ૨૭ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ છે.

રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૭ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં સૌથી ઓછો ૨૫ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande