કચ્છના ચેર વનોના સંરક્ષણ માટે વૈજ્ઞાનિકો અને વન વિભાગ એક મંચ પર, ભુજમાં આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ દિવસની અર્થસભર ઉજવણી
કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ભુજમાં આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ પર્યાવરણીય તંત્ર સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે કચ્છ ફોરેસ્ટ સર્કલ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE)ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હ
મેન્ગ્રોવ દિવસ અંગે સેમિનાર યોજાયો


મેન્ગ્રોવ દિવસ અંગે સેમિનાર યોજાયો


મેન્ગ્રોવ દિવસ અંગે સેમિનાર યોજાયો


કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ભુજમાં આંતરરાષ્ટ્રીય મેન્ગ્રોવ પર્યાવરણીય તંત્ર સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે કચ્છ ફોરેસ્ટ સર્કલ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE)ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રીજેન્ટા રિસોર્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, અદાણી એન્ટરપ્રાઇઝિસ, સ્થાનિક ગ્રામ્ય સંસ્થાઓ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિવિધ હિતધારકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ મેન્ગ્રોવ એટલે કે ચેરના જંગલોના પર્યાવરણીય, સામાજિક અને આર્થિક મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો તેમજ તેના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે સંકલિત પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો હતો. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે કચ્છના દરિયાકાંઠા માટે મેન્ગ્રોવ કુદરતી રક્ષણ કવચ સમાન છે અને આ અમૂલ્ય સંપત્તિનું સંવર્ધન સમયની જરૂરિયાત છે.

કાર્યક્રમ દરમિયાન દરિયાકાંઠાની જૈવવિવિધતા, આબોહવા પરિવર્તન સામે મેન્ગ્રોવની અસરકારક ભૂમિકા, દરિયાઈ ધોવાણ રોકવામાં તેનું યોગદાન તથા સ્થાનિક સમુદાયોની ટકાઉ આજીવિકા જેવા વિવિધ વિષયો પર નિષ્ણાતોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને કચ્છના કોરી ક્રીક અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં હાથ ધરાયેલા મેન્ગ્રોવ પુનઃસ્થાપનના સફળ પ્રયાસોની માહિતી પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે 'કચ્છ માટે મેન્ગ્રોવ વાવેતર માર્ગદર્શિકા'નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર કરાયેલી આ માર્ગદર્શિકા વન અધિકારીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને ક્ષેત્ર કર્મચારીઓ માટે ઉપયોગી સાબિત થશે. તેમાં સ્થળની પસંદગીથી લઈને નર્સરી વિકાસ, વિવિધ પ્રજાતિઓનું વાવેતર, હાઇડ્રોલોજીકલ વ્યવસ્થાપન અને વાવેતર પછીની સંભાળ સુધીની સમગ્ર પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.

કાર્યક્રમના અંતે સહભાગીઓએ કચ્છના અનોખા ચેર વનોના સંરક્ષણ માટે સંયુક્ત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ વૈજ્ઞાનિક સહયોગ, જ્ઞાનના આદાન-પ્રદાન અને જનજાગૃતિ દ્વારા આગામી પેઢીઓ માટે દરિયાકાંઠાના આ અમૂલ્ય કુદરતી વારસાને વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande