રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, 69.25 ટકા ભરાયો
- રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર ગાંધીનગર,27 જુલાઇ (હિ.સ.) રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધ
Sardar Sarovar Narmada Dam


- રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર

ગાંધીનગર,27 જુલાઇ (હિ.સ.) રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

રાજ્યના સરદાર સરોવરમાં તેની કુલ ક્ષમતાના 69.25% (2,31,342 mcft) પાણીનો સંગ્રહ થયો છે. આ સિવાયના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.41% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 13 ડેમ 100% ભરાયેલા છે, 26 ડેમ 70%થી 100% અને 28 ડેમ 50%થી 70% સુધી ભરાયા છે. સુરક્ષાની દ્રષ્ટિએ હાલ 21 ડેમ હાઈ એલર્ટ પર, 05 ડેમ એલર્ટ પર અને 13 ડેમ વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે.

આ વર્ષે 54 ટકાની સામે ગત વર્ષે આજના દિવસે, રાજ્યના કુલ 207 જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.રાજ્યના કુલ 207 જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.

ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

જળસંપત્તિ વિભાગના 27 જુલાઈ-2026 સવારે 08 કલાકના અહેવાલ મુજબ, રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે.

રાજ્યના 13 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 21 ડેમ માટે 'હાઈ એલર્ટ' પર જાહેર કરાયું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

26 ડેમમાં 90થી 100 ટકા પાણી

નર્મદા ડેમ સિવાયના રાજ્યના 206 મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ 2,53,336 MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 45.41 ટકા છે. રાજ્યમાં 13 જળાશયો 100 એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત 26 જળાશય 90થી 100 ટકા, 28 જળાશયો 50થી 70 ટકા, 55 જળાશય 25થી 50 તેમજ 84 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 05 જળાશયો એલર્ટ પર જ્યારે 13 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande