વેસ્ટ ઇન્ડિઝે 23 વર્ષ બાદ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી જીતી, બીજી મેચ ડ્રો રહી
એન્ટિગુઆ, 08 જુલાઈ (હિ.સ.) : વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી 1-0 થી જીતી હતી. એન્ટિગુઆમાં બીજી અને અંતિમ ટેસ્ટ મંગળવારે અનિર્ણિત રહી હતી, જેમાં યજમાન ટીમે 23 વર્ષ બાદ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. ફેબ્રુઆરી 2023 પછી વેસ્
West Indies win Test series against Sri Lanka after 23 years, second match drawn


એન્ટિગુઆ, 08 જુલાઈ (હિ.સ.) : વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી 1-0 થી જીતી હતી.

એન્ટિગુઆમાં બીજી અને અંતિમ ટેસ્ટ મંગળવારે અનિર્ણિત રહી હતી, જેમાં યજમાન ટીમે 23 વર્ષ બાદ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. ફેબ્રુઆરી 2023 પછી વેસ્ટ ઈન્ડિઝની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત પણ છે.

પ્રથમ ટેસ્ટ એક દાવ અને મોટા અંતરથી જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં 1-0 થી આગળ હતું.

બીજી મેચમાં શ્રીલંકાએ અંતિમ દિવસે ઝડપી રન બનાવીને જીતવાનો પ્રયાસ કર્યો હતો.

સુકાની ધનંજય ડી સિલ્વા, સોનલ દીનુશા અને મિલન રત્નાયકેએ ઝડપી ઇનિંગ્સ રમી હતી અને શ્રીલંકાએ બીજી ઇનિંગ્સ 9 વિકેટે 251 રન પર જાહેર કરીને વેસ્ટ ઈન્ડિઝને 362 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

જોકે, અંતિમ સત્રમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જ્હોન કેમ્પબેલ અને બ્રાન્ડન કિંગે વિના વિકેટે 109 રનની ભાગીદારી કરી હતી. બંને બેટ્સમેનોએ અડધી સદી પૂરી કરી અને પછી બંને ટીમો ડ્રો માટે સંમત થઈ.

અગાઉ શ્રીલંકાએ પોતાનો પ્રથમ દાવ નવ વિકેટે 549 રન પર જાહેર કર્યો હતો. લાહિરુ ઉદારાએ 188, સોનલ દિનુશાએ 92 અને કમિન્દુ મેન્ડિસે 84 રન બનાવ્યા હતા.

જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે જસ્ટિન ગ્રીવ્સની 180 અને શાઈ હોપની 112 રનની મદદથી 499 રન બનાવ્યા હતા.

શ્રીલંકા માટે અસિથા ફર્નાન્ડોએ પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.

સંક્ષિપ્ત સ્કોર

શ્રીલંકાએ 9 વિકેટે 549 અને 9 વિકેટે 251, લાહિરુ ઉદારાએ 188, સોનલ દીનુશાએ 92, કમિન્દુ મેન્ડિસએ 84 અને 44, અલ્ઝારી જોસેફે 44 રન આપીને 2, જેડન સીલ્સે 98 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝઃ 499 અને 109-0

જસ્ટિન ગ્રીવ્સ 180, શાઈ હોપ 112, જ્હોન કેમ્પબેલ 51 અણનમ, બ્રાન્ડન કિંગ 51 અણનમ, અસીથા ફર્નાન્ડો 130 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

પરિણામઃ બીજી ટેસ્ટ અનિર્ણિત રહી, વેસ્ટ ઇન્ડિઝે બે મેચની શ્રેણી 1-0 થી જીતી લીધી.

હિન્દુસ્થાન સમાચાર/સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande