પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જિલ્લામાં ઘરેઘરે સર્વેલન્સ કામગીરી કરાઈ
પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે પોરબંદર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જુલાઈ માસ દરમિયાન હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝું
પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જિલ્લામાં ઘરેઘરે સર્વેલન્સ કામગીરી કરાઈ.


પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જિલ્લામાં ઘરેઘરે સર્વેલન્સ કામગીરી કરાઈ.


પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે પોરબંદર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જુલાઈ માસ દરમિયાન હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની કુલ 221 ટીમોએ જિલ્લાના વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં ઘરેઘરે જઈને મચ્છરના પ્રજનનસ્થળોની તપાસ કરી હતી. જુલાઈ માસ દરમિયાન કુલ 2,89,595 પાણીનાં પાત્રોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ પાણીનાં પાત્રોમાં મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે એબેટ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીનો મુખ્ય હેતુ મચ્છરના લાર્વાનો નાશ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવાનો છે. જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સાવચેતી રાખવા, પાણીનાં પાત્રોને નિયમિત સાફ કરવા અને આરોગ્ય વિભાગની કામગીરીમાં સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande