રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં દેવ કડછાએ પોરબંદરનું ગૌરવ વધાર્યું
પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય નિશાબેન ભરતભાઈ કડછાના સુપુત્ર દેવ કડછાએ ગુજરાત રાજ્ય સ્તરની કરાટે સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર જિલ્લાના
રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં દેવ કડછાએ પોરબંદરનું ગૌરવ વધાર્યું.


રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં દેવ કડછાએ પોરબંદરનું ગૌરવ વધાર્યું.


પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય નિશાબેન ભરતભાઈ કડછાના સુપુત્ર દેવ કડછાએ ગુજરાત રાજ્ય સ્તરની કરાટે સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બંને મંત્રીઓએ દેવ કડછાને તેમની ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરી પોરબંદર જિલ્લો અને ગુજરાતનું ગૌરવ વધારવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સન્માન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા પણ જોડાયા હતા. અને કરાટેમાં સિદ્ધિ બદલ દેવ કડછાને અભિનંદન પાઠવ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande