પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ પોરબંદર ચોપાટી ખાતે ગ્રામ હાટ અને મંગલમ કેન્ટીનની મુલાકાત લીધી
પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), પોરબંદર સંચાલિત ગ્રામ હાટમાં કાર્યરત મંગલમ કેન્ટીનની મુલાકાત લીધી હતી. મંત્રીએ ગ્રા
પ્રભારી મંત્રી  કુંવરજી બાવળિયાએ પોરબંદર ચોપાટી ખાતે ગ્રામ હાટ અને મંગલમ કેન્ટીનની મુલાકાત લીધી.


પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), પોરબંદર સંચાલિત ગ્રામ હાટમાં કાર્યરત મંગલમ કેન્ટીનની મુલાકાત લીધી હતી.

મંત્રીએ ગ્રામ હાટ ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી તેની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ હાટને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવા તેમજ જરૂરી વિકાસકાર્યો હાથ ધરવા અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ ગ્રામિણ મહિલાઓના સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે વધુ સારી સુવિધા અને પ્રોત્સાહન મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીએ મંગલમ કેન્ટીનના સંચાલક ઇલાબેન મોઢા સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. તેમણે કેન્ટીનની કામગીરી,સેવાઓ, ભોજનની ગુણવત્તા તેમજ દૈનિક સંચાલન અંગે માહિતી મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોરબંદરના નિયામક રેખાબા સરવૈયા તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande