પોરબંદરમાં દિવ્યાંગ યુવતીની છેડતી કરનાર યુવકને અભયમ ટીમે પાઠ ભણાવ્યો
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર સિટી વિસ્તારમાં દિવ્યાંગ યુવતીની છેડતીનો પ્રયાસ કરનાર યુવક સામે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે કાર્યવાહી કરી હતી. યુવતીની માતાએ મદદ માટે 181 પર કોલ કરતાં ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. અભયમ ટીમે દિવ્યા
પોરબંદરમાં દિવ્યાંગ યુવતીની છેડતી કરનાર યુવકને અભયમ ટીમે પાઠ ભણાવ્યો


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર સિટી વિસ્તારમાં દિવ્યાંગ યુવતીની છેડતીનો પ્રયાસ કરનાર યુવક સામે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે કાર્યવાહી કરી હતી. યુવતીની માતાએ મદદ માટે 181 પર કોલ કરતાં

ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. અભયમ ટીમે દિવ્યાંગ યુવતી સાથે સાંકેતિક ભાષામાંવાત કરી હતી. યુવતીએ સંકેતો દ્વારા જણાવ્યું હતું કે પાડોશમાં રહેતો યુવક તેને વારંવાર ખરાબ નજરે જોતો હતો અને એકલતાનો લાભ લઈ ઘરમાં પણ ઘૂસી આવતો હતો. યુવતીની માતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે પાડોશી યુવક દિવાલ ઉપરથી યુવતીને જોયા કરતો અને હેરાન કરતો હતો. યુવતી અને તેની માતા ઘરે એકલા હોય ત્યારે યુવક નશાની હાલતમાં ઘરમાં ઘૂસી અપશબ્દો બોલી યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો.

181 અભયમ ટીમે યુવકને કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપી કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારબાદ 112ની ટીમની મદદ લઈ સમગ્ર મામલો વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 181ના કાઉન્સેલર મીરા

માવદિયા, કોન્સ્ટેબલ સેજલબેન પંપાળિયાઅને પાયલોટ ભગાભાઈ ગોહિલ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande