સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન હેઠળ અડાજણ બસ ડેપો ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ
સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.) : સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન હેઠળ સુરતના વિભાગીય નિયામક પી.વી ગુર્જરના માર્ગદર્શન હેઠળ અડાજણ બસ ડેપો ખાતે સિટી ડેપો મેનેજર મનોજ ચૌધરીના પ્રયાસોથી અડાજણ બસ સ્ટેન્ડ ખાતે સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં એલ.પી.સવાણી-કતારગામ શાળાન
Surat


સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.) : સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન હેઠળ સુરતના વિભાગીય નિયામક પી.વી ગુર્જરના માર્ગદર્શન હેઠળ અડાજણ બસ ડેપો ખાતે સિટી ડેપો મેનેજર મનોજ ચૌધરીના પ્રયાસોથી અડાજણ બસ સ્ટેન્ડ ખાતે સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં એલ.પી.સવાણી-કતારગામ શાળાના બાળકોએ પ્લે કાર્ડ દર્શાવી સ્વચ્છતા રેલી યોજી હતી. એસ.ટી. વિભાગીય કચેરીના અધિકારી-કર્મચારીગણ તેમજ યુનિયનના આગેવાનોએ પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની બસ સ્ટેન્ડ ખાતે સાફ સફાઈ કરી હતી.

આ તકે એલ.પી સવાણી સ્કૂલના ટ્રસ્ટીગણ, શિક્ષકો અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર જે.બી.હડીયા, ATI બિપીનભાઈ લંગારીયા, ATI અરૂણભાઇ પટેલ, AWS વિજયભાઈ મગોદરા સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓએ પણ આ અભિયાનમાં ભાગ લઇ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તા. ૦૯ ઓગસ્ટથી દર રવિવારે સમગ્ર રાજ્યના બસ સ્ટેશનો અને બસોમાં ‘સાપ્તાહિક સ્વચ્છતા ઝુંબેશ’ શરૂ કરાઈ હતી. આ અભિયાન હેઠળ બસોની આંતરિક અને બાહ્ય સફાઈ, પ્લેટફોર્મ અને શૌચાલયોની મશીનરીથી ગહન સફાઈ, તથા ગંદકીવાળી જગ્યાઓનું બ્યુટીફિકેશન અને વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ કરાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande