વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત થયો
- ઊંચા પુલ પરથી અર્ટીગા કાર સીધી નીચે પટકાઈ દિવાલ સાથે અથડાય હતી - ગંભીર અકસ્માતમાં ચાલકનું ભારે ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું ભરૂચ, 10 ઓગસ્ટ (હિ.સ.) : વાગરા તાલુકામાં આજે એક ભયાનક માર્ગ અકસ્માતે ચકચાર મચાવી દીધી છે. વિલાયત ભૂખી
વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત થયો


વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત થયો


વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત થયો


વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત થયો


વાગરા વિલાયત ભૂખી પુલ પર ગોઝારો અકસ્માત થયો


- ઊંચા પુલ પરથી અર્ટીગા કાર સીધી નીચે પટકાઈ દિવાલ સાથે અથડાય હતી

- ગંભીર અકસ્માતમાં ચાલકનું ભારે ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું

ભરૂચ, 10 ઓગસ્ટ (હિ.સ.) : વાગરા તાલુકામાં આજે એક ભયાનક માર્ગ અકસ્માતે ચકચાર મચાવી દીધી છે. વિલાયત ભૂખી પુલ નજીકથી પસાર થતી અર્ટીગા ટેક્સી કારના ચાલકે આકસ્મિક કાબૂ ગુમાવી દેતા ઊંચાઈ પરથી સીધો અર્ટીગા ગાડી સાથે નીચે ખાબકતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, GJ-16-AZ-0806 નંબરની અર્ટીગા કાર દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહી હતી. કાર મુખ્ય રસ્તા પરથી સીધી જ નીચે પટકાઈ જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ કારમાં એક પરિવાર દહેજ તરફ પરત જઈ રહ્યો હતો. પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિજનોની ખબરઅંતર પૂછી પરત ફરી રહ્યા હતા, ત્યારે વિલાયત ભૂખી પુલ પર કાળમુખા અકસ્માતે તેમને ઘેરી લીધા હોવાની માહિતી સામે આવી છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક બાળક સહિત અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારના સમયે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. એક જ ક્ષણમાં પરિવારની મુસાફરી ખુશીમાંથી કરૂણ ચીસોમાં ફેરવાઈ ગઈ હતી. ઊંચાઈ પરથી કાર સીધી નીચે પટકાતા સર્જાયેલા આ ભયાનક અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહનચાલનમાં સાવચેતીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande