પ્રધાનમંત્રી મોદીનો દૃષ્ટિ, વિચાર, વચન અને કર્મથી જન-મન જીતવાનો સંદેશ
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોની ભૂમિકા અને તેમના સેવાભાવની પ્રશંસા કરતાં કહ્યું કે, યુવાનો દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ પણ છે. પ્રધાનમંત્રીએ બુધવારે એક્સ પર સુભાષિત શેર કરતાં લખ્યું કે, દેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોની ભૂમિકા અને તેમના સેવાભાવની પ્રશંસા કરતાં કહ્યું કે, યુવાનો દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ પણ છે. પ્રધાનમંત્રીએ બુધવારે એક્સ પર સુભાષિત શેર કરતાં લખ્યું કે, દેશના યુવાનો પોતાની સંવેદનશીલતા, સેવાભાવ અને સામર્થ્યના માધ્યમથી દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે.

આ જ સંદર્ભમાં તેમણે, સંસ્કૃતનું આ સુભાષિત શેર કર્યું, “ચક્ષુષા મનસા વાચા કર્મણા ચ ચતુર્વિધમ્। પ્રસાદયતિ યો લોકં તં લોકોઽનુપ્રસીદતિ।।“ આ સુભાષિતનો અર્થ છે કે, જે વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણ, વિચારો, વચનો અને કર્મોથી જન-મન જીતે છે, તે બદલામાં લોકોનો વિશ્વાસ, સન્માન અને સદ્ભાવના પ્રાપ્ત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande