પાકિસ્તાનના બલોચિસ્તાનમાં 4.8 તીવ્રતાનો ભૂકંપ, ઝોબ અને ચમનમાં ધરતી ધ્રૂજી
ક્વેટા (બલોચિસ્તાન) પાકિસ્તાન, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) પાકિસ્તાનના બલોચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. હાલ ક્યાંયથી પણ કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 નોંધાઈ છે. રાષ્ટ્રીય ભૂકંપીય
સાંકેતિક


ક્વેટા (બલોચિસ્તાન) પાકિસ્તાન, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) પાકિસ્તાનના બલોચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. હાલ ક્યાંયથી પણ કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 નોંધાઈ છે. રાષ્ટ્રીય ભૂકંપીય નિરીક્ષણ કેન્દ્રએ તેની પુષ્ટિ કરી છે. ભૂકંપ 15 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો.

દ ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાનના રાષ્ટ્રીય ભૂકંપીય નિરીક્ષણ કેન્દ્રના એક પ્રવક્તાએ જણાવ્યું કે બુધવારે સવારે બલોચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં 4.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના ઝટકા ઝોબ અને ચમનમાં અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર ઝોબથી 122 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. કોઈના જાનહાનિ કે નુકસાનની તાત્કાલિક માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં 7 ઓક્ટોબર 2021ના રોજ ઝોબ અને ચમનમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે ભૂકંપનું કેન્દ્ર હરનાઈ પાસે 15 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપ સવારે લગભગ 3:20 વાગ્યે આવ્યો હતો. લોકો ઊંઘમાં હતા. અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ત્યારબાદના દિવસોમાં પણ ભૂકંપના ઝટકા (આફ્ટરશોક્સ) આવતા રહ્યા. આ કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ દળ અને સેના તૈનાત કરવામાં આવી હતી. માર્ચ 2024માં ચમન ફરીથી 5.4 તીવ્રતાના ભૂકંપથી પ્રભાવિત થયું હતું. આ ભૂકંપ સવારે લગભગ 5:35 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર ક્વેટાથી લગભગ 150 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપના ઝટકા કિલા અબ્દુલ્લા, નોશકી, પિશિન, ડલબંદિન, ચગાઈ અને ક્વેટામાં પણ અનુભવાયા

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande