સલમાન ખાને ખોલ્યુ 'બિગ બોસ 20'નું સૌથી મોટુ રાજ, દરેક કન્ટેસ્ટન્ટને મળશે 'એક્સ્ટ્રા જીવનદાન'
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) રિયાલિટી શો ''બિગ બોસ હિન્દી'' પોતાના 20મા સીઝન સાથે નવા ટ્વિસ્ટ અને બદલાયેલા ગેમપ્લે સાથે વાપસી માટે તૈયાર છે. જિયોહોટસ્ટાર અને કલર્સે શોનો અધિકૃત ટ્રેલર જાહેર કર્યો છે, જેમાં સલમાન ખાને આ સીઝનના સૌથી મોટા ટ્વિસ્ટ '
સલમાન


નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) રિયાલિટી શો 'બિગ બોસ હિન્દી' પોતાના 20મા સીઝન સાથે નવા ટ્વિસ્ટ અને બદલાયેલા ગેમપ્લે સાથે વાપસી માટે તૈયાર છે. જિયોહોટસ્ટાર અને કલર્સે શોનો અધિકૃત ટ્રેલર જાહેર કર્યો છે, જેમાં સલમાન ખાને આ સીઝનના સૌથી મોટા ટ્વિસ્ટ 'એક્સ્ટ્રા જીવનદાન' પરથી પડદો ઉઠાવ્યો છે. ટ્રેલરમાં સલમાન એક મુકાબલા વચ્ચે પહોંચીને રમત રોકે છે અને પોતાના ખાસ અંદાજમાં કહે છે, બિગ બોસમાં મળશે, મારી જાન... એક્સ્ટ્રા જીવનદાન.

નવા ટ્વિસ્ટ મુજબ, આ વખતે ઘરમાં દરેક કન્ટેસ્ટન્ટને એક વધારાનો મોકો મળવાનો છે. જોકે આ જીવનદાન ક્યારે, કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં કામ આવશે, તેની સંપૂર્ણ માહિતી હાલ સામે આવી નથી. આ જ આ સીઝનના સૌથી મોટા સસ્પેન્સમાંનું એક રહેશે. શોના ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે આ વખતે સ્પર્ધકો માટે સુરક્ષિત રીતે રમવું સરળ નહીં હોય. તેમને જોખમ લેવા, રણનીતિ બદલવા અને યોગ્ય સમયે મળેલા આ વધારાના મોકાનો ઉપયોગ કરવાની પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડશે.

20મા સીઝનના ઐતિહાસિક પડાવ પર જિયોસ્ટારમાં હિન્દી અને અંગ્રેજી એન્ટરટેઇનમેન્ટ બિઝનેસના હેડ અલોક જૈને કહ્યું કે, 20 સીઝન પૂરા કરવું કોઈપણ એન્ટરટેઇનમેન્ટ ફ્રેન્ચાઇઝ માટે મોટી ઉપલબ્ધિ છે. તેમણે જણાવ્યું કે, આ વખતે ગેમપ્લેમાં નવી પરતો અને પડકારો ઉમેરવામાં આવ્યા છે, જે સ્પર્ધકોને સતત પોતાની રણનીતિઓ પર ફરી વિચારવા માટે મજબૂર કરશે. બીજી તરફ, સલમાન ખાને કહ્યું કે દર વર્ષે બિગ બોસની રમત બદલાય છે, પરંતુ આ વખતે રમવાની રીત પણ બદલાવાની છે. 'બિગ બોસ હિન્દી સીઝન 20'નું ગ્રાન્ડ પ્રીમિયર 6 સપ્ટેમ્બરથી જિયોહોટસ્ટાર અને કલર્સ પર થશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande