મોન્ટ્રિયલ ઓપન: બેન શેલ્ટનનું શાનદાર પ્રદર્શન યથાવત, સેટ ગુમાવ્યા વિના સેમિફાઇનલમાં પહોંચ્યા
મોન્ટ્રિયલ, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) ગત ચેમ્પિયન અમેરિકાના બેન શેલ્ટને શાનદાર પ્રદર્શન યથાવત રાખતાં કેનેડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ (મોન્ટ્રિયલ ઓપન)ના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શેલ્ટને ક્વાર્ટર ફાઇનલમાં ચેક ગણરાજ્યના યાકુબ મેન્સિકને સતત સે
અમેરિકાના બેન શેલ્ટન


મોન્ટ્રિયલ, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) ગત ચેમ્પિયન અમેરિકાના બેન શેલ્ટને શાનદાર પ્રદર્શન યથાવત રાખતાં કેનેડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ (મોન્ટ્રિયલ ઓપન)ના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શેલ્ટને ક્વાર્ટર ફાઇનલમાં ચેક ગણરાજ્યના યાકુબ મેન્સિકને સતત સેટોમાં 6-3, 6-1થી હરાવ્યો.

23 વર્ષીય શેલ્ટને આ વર્ષની કેનેડિયન એટીપી માસ્ટર્સ 1000માં સતત ચોથી જીત નોંધાવી છે અને ચારેય મુકાબલામાં એક પણ સેટ ગુમાવ્યો નથી.

મેન્સિક સામે શેલ્ટને 18 વિનર્સ ફટકાર્યા અને માત્ર ત્રણ અનફોર્સ્ડ એરર કર્યા. તેમણે પોતાની પ્રથમ સર્વિસ પર 89 ટકા પોઇન્ટ જીત્યા. મુકાબલામાં તેમને એક પણ બ્રેક પોઇન્ટનો સામનો કરવો પડ્યો નહોતો.

શેલ્ટને મેચ દરમિયાન 147 માઇલ પ્રતિ કલાકની ઝડપે સર્વિસ પણ કરી.

જીત બાદ શેલ્ટને કહ્યું, “આ શાનદાર લાગ્યું. હું મારી રિટર્ન ગેમથી ખૂબ ખુશ હતો. ગ્રાઉન્ડ પરથી મેં પહેલા પોઇન્ટથી જે રીતે રમ્યો, હું એ જ સ્તરનું પ્રદર્શન કરવા માગું છું. સમગ્ર મેચ દરમિયાન હું જે સ્તર જાળવી શક્યો, તેનાથી હું ખૂબ ખુશ છું. આશા છે કે સેમિફાઇનલમાં પણ આ પ્રદર્શન આગળ વધારી શકીશ.”

લર્નર ટીન સામે થશે ટક્કર

મોન્ટ્રિયલ ટૂર્નામેન્ટના ડ્રોમાં બચેલા એકમાત્ર ટોપ-10 ખેલાડી શેલ્ટનનો સેમિફાઇનલમાં અમેરિકાના 12મા ક્રમાંકિત લર્નર ટીન સામે મુકાબલો થશે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી બે મુકાબલા થયા છે અને બંનેમાં ટીને જીત નોંધાવી છે. આ વર્ષે ઇન્ડિયન વેલ્સના બીજા રાઉન્ડમાં પણ ટીને શેલ્ટનને હરાવ્યો હતો.

ટીને ક્વાર્ટર ફાઇનલમાં ડેનિયલ મેરીડા ને 6-3, 6-2થી હરાવીને પ્રથમ વખત માસ્ટર્સ 1000 ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં જગ્યા બનાવી. 20 વર્ષીય ટીને આ મુકાબલો એક કલાક 12 મિનિટમાં પોતાના નામે કર્યો.

ટીને આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઇનલ રમ્યો હતો. ત્યારબાદ ઇન્ડિયન વેલ્સમાં પ્રથમ વખત માસ્ટર્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અને જનેવામાં પોતાના કરિયરના પ્રથમ ક્લે કોર્ટ ખિતાબ પણ જીત્યો.

શેલ્ટન સામેના મુકાબલા અંગે ટીને કહ્યું, “બેન કોઈ પણ સ્થિતિમાં હોય, તે સારી સર્વિસ કરશે. તે બેઝલાઇનથી ઝડપી શોટ્સ રમશે. આ સમયે તે ઘણો આત્મવિશ્વાસ સાથે રમી રહ્યો છે. મેં તેને પહેલાં રમતા જોયો છે અને તે ખૂબ, ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande