ઇન્ડોનેશિયામાં ભૂકંપની માંથી અસર સામે આવી, ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ, અનેક ઇમારતોને નુકસાન.
જકાર્તા (ઇન્ડોનેશિયા), નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુના કિનારે શનિવારે સવારે આવેલા શક્તિશાળી ભૂકંપથી ઇમારતોને નુકસાન થયું. સૂતેલા લોકો ગભરાઈને ઉઠ્યા અને ઘરોમાંથી બહાર નીકળી ગયા. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી અનુસાર, આ
ભૂકંપ


જકાર્તા (ઇન્ડોનેશિયા), નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુના કિનારે શનિવારે સવારે આવેલા શક્તિશાળી ભૂકંપથી ઇમારતોને નુકસાન થયું. સૂતેલા લોકો ગભરાઈને ઉઠ્યા અને ઘરોમાંથી બહાર નીકળી ગયા. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી અનુસાર, આ દરમિયાન ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ થયું. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 6 વાગ્યે પૂર્વીય નુસા તેંગારા પ્રાંતમાં એન્ડેથી લગભગ 68 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવ્યો. આ પછી ઘણા આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના આંચકા) અનુભવાયા. રાષ્ટ્રીય આપત્તિ એજન્સીએ જણાવ્યું કે શરૂઆતમાં તેનાથી સુનામી આવવાની આશંકા હતી. આને કારણે ચેતવણી જારી કરવામાં આવી, બાદમાં તેને હટાવી લેવામાં આવી.

જકાર્તા ગ્લોબ અને સી.એન.એન.ના અહેવાલ અનુસાર, ફ્લોરેસ ટાપુના દરિયાકાંઠાના વિસ્તાર ઇસ્ટ નુસા તેંગારામાં આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપથી મંગ્ગારાઈ રીજન્સીના વેસ્ટ સિબલ જિલ્લાના લેન્ડા ગામમાં એક ઘર તબાહ થઈ ગયું. ભૂકંપના તેજ આંચકાથી ઘણા વિસ્તારોમાં મકાનોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપનું કેન્દ્ર ઇસ્ટ નુસા તેંગારા પ્રાંતમાં, એન્ડેથી લગભગ 68 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હોવાનું જણાવાયું છે. આ પછી ઘણા આંચકા (આફ્ટરશોક્સ) અનુભવાયા.

ભૂકંપનો સૌથી વધુ પ્રભાવ તાલિબુરા ગામ, સિક્કા, પૂર્વીય નુસા તેંગારામાં જોવા મળ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી. ભૂકંપથી ઘણા વિસ્તારોમાં ઘરો અને જાહેર સુવિધાઓને નુકસાન પહોંચ્યું. યુએસ જિયોલોજિકલ સર્વે અને ઇન્ડોનેશિયન અધિકારીઓ અનુસાર, ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય ભૂ-ભૌતિકી એજન્સીએ તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરી. તેને બાદમાં હટાવી લેવામાં આવી. લોકોને ઊંચા સ્થાનો પર જવા અને સમુદ્ર કિનારાઓ તથા દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવી.

ફ્લોરેસ ટાપુ ઇન્ડોનેશિયાનું મુખ્ય પર્યટન સ્થળ છે. આ ટાપુ તેના રંગબેરંગી જ્વાળામુખી સરોવરો અને કોમોડો નેશનલ પાર્કના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. અહીંની લગભગ 20 લાખની વસ્તી મુખ્યત્વે નાના ગામોમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઇમારતો પડતી અને ગભરાયેલા લોકો ભાગતા તથા ચીસો પાડતા જોવા મળી રહ્યા છે. 17,000 થી વધુ ટાપુઓનો સમૂહ હોવાને કારણે, ઇન્ડોનેશિયા ભૂગર્ભીય ગતિવિધિઓ માટે સંવેદનશીલ છે. ઇન્ડોનેશિયામાં ભૂતકાળમાં ઘણા વિનાશકારી ભૂકંપ આવી ચૂક્યા છે. 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 9.1 તીવ્રતાનો ભૂકંપ આવી ચૂક્યો છે. આ આપત્તિમાં 2,20,000 થી વધુ લોકોનું મૃત્યુ થયું હતું.

ઓગસ્ટ 2018માં લોમ્બોક ટાપુ પર 6.9 તીવ્રતાનો ભૂકંપ આવવાથી સેંકડો લોકોનું મૃત્યુ થયું હતું. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં સુલાવેસી ટાપુ પર 7.5 તીવ્રતાનો ભૂકંપ અને સુનામી આવી, જેમાં સેંકડો વધુ લોકોનો જીવ ગયો. નવેમ્બર 2022માં પશ્ચિમી જાવાના સિયાનજુર વિસ્તારમાં 6.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપમાં સેંકડો લોકોનું મૃત્યુ થયું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande