કતરનો ઈરાનના ત્રણ પાઇલટોને, અટકાયતમાં લેવાના દાવાથી ઇનકાર
દોહા (કતર), નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.) કતરે ઈરાનના ત્રણ પાઇલટોને અટકાયતમાં લેવાના દાવાથી ઇનકાર કર્યો છે. કતરે કહ્યું કે, આવા આરોપો ગેરમાર્ગે દોરનારા છે. આ વાતો મનઘડંત છે. આનાથી પ્રાદેશિક તણાવ ઘટાડવા માટે કરવામાં આવી રહેલા રાજદ્વારી પ્રયાસોને ધક્ક
કોૂી


દોહા (કતર), નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.) કતરે ઈરાનના ત્રણ પાઇલટોને અટકાયતમાં લેવાના દાવાથી ઇનકાર કર્યો છે. કતરે કહ્યું કે, આવા આરોપો ગેરમાર્ગે દોરનારા છે. આ વાતો મનઘડંત છે. આનાથી પ્રાદેશિક તણાવ ઘટાડવા માટે કરવામાં આવી રહેલા રાજદ્વારી પ્રયાસોને ધક્કો લાગી શકે છે.

કતરના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. માજિદ મોહમ્મદ અલ-અંસારીએ હવેથી લગભગ છ કલાક પહેલાં એક્સ પોસ્ટમાં આ દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવ્યો. ડો. માજિદ અલ-અંસારીએ લખ્યું, ''અમે ઈરાની પાઇલટોને અટકાયતમાં લેવા વિશે ફેલાઈ રહેલા સમાચારોનો સંપૂર્ણપણે ખંડન કરીએ છીએ. અમને આ સમયે આવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો પર આશ્ચર્ય છે, જ્યારે આ વિસ્તારમાં તણાવ ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો અને પહેલ ચાલી રહી છે.''

તેમણે લખ્યું, ''અમે ફરીથી કહીએ છીએ કે કતારી હવાઈ ક્ષેત્રનું, ઉલ્લંઘન કરવા અને લક્ષ્યની દિશાની પુષ્ટિ થયા પછી સંબંધિત પાઇલટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નિયમોનું પાલન કરવા અને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ જવાબ ન મળતાં, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પોતાના વિસ્તારની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા. તે સમયે સત્તાવાર માધ્યમો દ્વારા આ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી હતી.''

ડો. માજિદે કહ્યું, ''આ સંદર્ભમાં, અમે જણાવવા માંગીએ છીએ કે કતરની શોધ અને બચાવ ટીમોએ પાઇલટોના અવશેષો શોધવામાં પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવી. કતરે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની સંબંધિત જોગવાઈઓ અનુસાર, મળેલા એક પાઇલટના અવશેષો સોંપવા માટે ઈરાની પક્ષ સાથે વાતચીત પણ કરી.''

તેમણે કહ્યું કે, ''કતરે એપ્રિલમાં શોધ અને બચાવ કાર્યવાહીની જાણકારી આપવા માટે ઈરાની ટીમને આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ ઈરાની પક્ષે હજુ સુધી આ આમંત્રણનો કોઈ જવાબ આપ્યો નથી.''

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande