જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ
પુલવામ, 25 ઓગસ્ટ (હિ.સ.) : સુરક્ષા દળોએ મંગળવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી હતી. રાજપોરાના સી. બી. નાથ વિસ્તારના યારવાન જંગલમાં સંયુક્ત અભિયાન દરમિયાન ધરપકડ કરાયેલા લોકો પાસેથી એક પિસ્તોલ, 12 રાઉન્ડ ગોળીઓ અને એક હેન
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ


પુલવામ, 25 ઓગસ્ટ (હિ.સ.) : સુરક્ષા દળોએ મંગળવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી હતી. રાજપોરાના સી. બી. નાથ વિસ્તારના યારવાન જંગલમાં સંયુક્ત અભિયાન દરમિયાન ધરપકડ કરાયેલા લોકો પાસેથી એક પિસ્તોલ, 12 રાઉન્ડ ગોળીઓ અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ આતંકવાદી સહયોગીઓની હિલચાલ વિશે ગુપ્ત માહિતીના આધારે પુલવામાની પોલીસે સેનાની 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની 183 બટાલિયન સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન, સંયુક્ત ટીમે બે વ્યક્તિઓને જંગલ વિસ્તારમાંથી સિબીનાથ ગામ તરફ શંકાસ્પદ સ્થિતિમાં આવતા જોયા. સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેમને અટકાવ્યા અને તેમની ધરપકડ કરી.

બાદમાં તેમની ઓળખ લસ્સી ડબનના રહેવાસી લતીફ અહમદ દિદાર પુત્ર ગુલામ મોહમ્મદ દિદાર અને બન ખા બામુનુના રહેવાસી ઐજાઝ અહમદ બજાદ પુત્ર નઝીર અહમદ બજાદ તરીકે થઈ હતી.

શસ્ત્ર અધિનિયમ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ રાજપોરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/વિરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande