અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટ એલોટમેન્ટમાં ગેરરીતિ અને અન્યાયનો આક્ષેપ
વંચિત ઉદ્યોગકારોએ અંકલેશ્વર ડીએમ-આરએમને આવેદન પાઠવ્યું અમુકને બે પ્લોટ ફાળવ્યા જ્યારે મૂળ વંચિતોની નાની ટેકનિકલ ભૂલોમાં અરજીઓ રિજેક્ટ કરી દેવાઈ 2018 પહેલાંની જૂની અરજીઓનું પુનઃસ્ક્રુટિની કરી ડ્રો પદ્ધતિથી પારદર્શક ફાળવણી કરવામાં આવે ભરૂચ 26 ઓગસ્
અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટ એલોટમેન્ટમાં ગેરરીતિ અને અન્યાયનો આક્ષેપ


અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટ એલોટમેન્ટમાં ગેરરીતિ અને અન્યાયનો આક્ષેપ


અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટ એલોટમેન્ટમાં ગેરરીતિ અને અન્યાયનો આક્ષેપ


વંચિત ઉદ્યોગકારોએ અંકલેશ્વર ડીએમ-આરએમને આવેદન પાઠવ્યું

અમુકને બે પ્લોટ ફાળવ્યા જ્યારે મૂળ વંચિતોની નાની ટેકનિકલ ભૂલોમાં અરજીઓ રિજેક્ટ કરી દેવાઈ

2018 પહેલાંની જૂની અરજીઓનું પુનઃસ્ક્રુટિની કરી ડ્રો પદ્ધતિથી પારદર્શક ફાળવણી કરવામાં આવે

ભરૂચ 26 ઓગસ્ટ (હિ.સ.)

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તાજેતરમાં હાથ ધરાયેલ રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણી પ્રક્રિયા સામે સ્થાનિક અને વર્ષોથી પ્લોટથી વંચિત ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી છે. આ અંગે અંકલેશ્વર વસાહતના રેસિડેન્શિયલ પ્લોટથી વંચિત આશરે 150 થી વધુ ઉદ્યોગકારોની સહી સાથે ડિવિઝનલ મેનેજર અને રીજિયોનલ મેનેજર જીઆઈડીસી અંકલેશ્વરને લેખિત આવેદનપત્ર સુપ્રત કરી પારદર્શક નીતિ અપનાવવા માંગ કરવામાં આવી છે.

ઉદ્યોગકારોએ આવેદનમાં રજૂઆત કરી હતી કે, અંકલેશ્વરના વિકાસમાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેવા અનેક ઔદ્યોગિક એકમોના માલિકોએ વર્ષ 2018 કે તે પહેલાં પ્લોટ માટે અરજીઓ કરી હતી, પરંતુ તેઓ આજે પણ પ્લોટથી વંચિત રહ્યાં છે.વંચિત ઉદ્યોગકારોની મુખ્ય 8 માંગણીઓ છે જેમાં જૂની અરજીઓને પ્રાથમિકતા આપો વર્ષ 2018 તથા તે પહેલાં અરજી કરનાર પાત્ર અરજદારોની ચકાસણી કરી પ્રથમ તબક્કે જ પ્લોટ ફાળવવાની કામગીરી કરવામાં આવે.માત્ર જરૂરી દસ્તાવેજની અપૂર્ણતા કે ટેકનિકલ ખામીના કારણે રિજેક્ટ કરાયેલી અરજીઓમાં પૂર્તતા કરવા માટે અરજદારોને એક તક આપી રિજેક્ટ થયેલી અરજીઓનું પુનઃસ્ક્રુટિની કરવામાં આવે.રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણીમાં માત્ર કામદારોની કે કર્મચારીઓની સંખ્યાને જ એકમાત્ર માપદંડ ન બનાવતાં જૂની અરજીઓને માનવતાપૂર્ણ અભિગમથી વિચારવામાં આવે.કામદારોની સંખ્યાનો જ માપદંડ રદ કરો.

જે કંપનીઓએ 1 હજાર ચો.મી. પ્લોટ માટે અરજી કરી છે તે માત્ર એક જ કારણસર રદ કરવાને બદલે, જરૂરિયાત અને ઉપલબ્ધતા મુજબ ઓછામાં ઓછો 300 ચો.મી.નો પ્લોટ ફાળવવા સકારાત્મક વિચારણા થાય. જીઆઈડીસી કર્મચારીઓને ફાળવેલા પ્લોટમાં વાસ્તવિક જરૂરિયાત, રહેઠાણ અને સેવા સ્થળ જેવા મુદ્દા ધ્યાને રાખી, અંકલેશ્વર-ભરૂચ વિસ્તારમાં સ્થાયી વસવાટ કરતા સ્થાનિક ઉદ્યોગકારોના હિતને સમાન મહત્વ અપાય.ભૂતકાળમાં એકથી વધુ પ્લોટ મેળવનાર પરિવાર કે કંપનીને બદલે, આજદિન સુધી એક પણ પ્લોટ ન મળ્યો હોય તેવા વંચિત પાત્ર ઉદ્યોગકારોને પ્રથમ તક આપવામાં આવે.જૂની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી પ્લોટ માટે આજદિન સુધી એક પણ રેસિડેન્શિયલ પ્લોટ ન મળ્યો હોય તેવા ઉદ્યોગકારો માટે જ નવી અરજીઓ મંગાવવામાં આવે.આગામી સમયમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી માટે અરજદારોની હાજરીમાં નિયમસર અને પારદર્શક ડ્રો પદ્ધતિ અપનાવાય, જેથી કોઈ ભેદભાવ કે ગેરરીતિને સ્થાન ન રહે.

આવેદનપત્ર આપનાર ઉદ્યોગકારોએ સ્પષ્ટ કર્યું હતું કે, અમારો હેતુ કોઈ વ્યક્તિ, અધિકારી કે કર્મચારીનો લાભ છીનવવાનો નથી. પરંતુ વર્ષોથી રાહ જોઈ રહેલા અને આજદિન સુધી એક પણ પ્લોટ ન મળ્યો હોય તેવા વંચિત ઉદ્યોગકારોને ન્યાય મળે તે જ અમારી મુખ્ય માંગણી છે.જીઆઈડીસી પ્રશાસન દ્વારા આ વ્યાજબી રજૂઆતો ધ્યાને લઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો ઉદ્યોગકારોએ અન્ય લોકશાહી અને કાયદેસરના માર્ગો અપનાવવાની ફરજ પડશે.

આ પ્લોટની ફાળવણી બાબતે અંકલેશ્વર જીઆઈડીસી આર એમ વિકાસ પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરતા જણાવેલ કે આ પ્લોટથી વંચિત ઉદ્યોગકારો બાબતે જીઆઈડીસી હકારાત્મક છે.આવેદન એમની રજૂઆત યોગ્ય ઉચ્ચ અધિકારીઓને મોકલી આપી છે.ત્યાંથી જે ઉદ્યોગકારોના પ્લોટ બાબતે જે પણ નિરાકરણ આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરશુ .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande