તળાજામાં એલસીબીની કાર્યવાહી: રૂ.૩૮ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર, 26 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસ સ્ટાફ તળાજા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ગેલ અંબે માતાજીના મંદિર પાછળ વેણકામાં બાવળની કાંટ વિસ્તારમાં દરોડો પાડીને ભારતીય બનાવટન
પકડવામાં આવેલ દારૂનો જથ્થો


ભાવનગર, 26 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસ સ્ટાફ તળાજા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ગેલ અંબે માતાજીના મંદિર પાછળ વેણકામાં બાવળની કાંટ વિસ્તારમાં દરોડો પાડીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે દકાણા ગામનો પુનાભાઈ મનાભાઈ મકવાણા બાવળની કાંટમાં પ્લાસ્ટિકના કોથળામાં વિદેશી દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે જણાવેલ સ્થળે રેઇડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાજસ્થાનમાં વેચાણ માટેની કંપની સીલપેક દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી ગ્લોબલ સ્પીરીટ ગ્રીન પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ એમએલની ૨૭૪ બોટલ, કિંમત રૂ.૨૪,૬૬૦, રોયલ ચેલેન્જ પ્રીમિયમ ડીલક્સ વ્હિસ્કીની ૧૮૦ એમએલની ૭૧ બોટલ, કિંમત રૂ.૧૨,૭૮૦ તથા મેજીક મોમેન્ટ ફ્લેવર્સ ઓફ ઇન્ડિયાની ૧૮૦ એમએલની ૩ બોટલ, કિંમત રૂ.૫૭૦ મળી કુલ ૩૪૮ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે કુલ રૂ.૩૮,૦૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે તળાજા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દકાણા ગામના પુનાભાઈ મનાભાઈ મકવાણાને આરોપી તરીકે દર્શાવ્યો છે, જે હાલ પકડવાનો બાકી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande