છાબલિયામાં નવા બોરનું મુહૂર્ત, 6 વિસ્તારોની પાણીની સમસ્યા દૂર થશે
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.) છાબલિયા ગ્રામ પંચાયત દ્વારા ગામના સરદારપુરા વિસ્તારમાં નવા બોરનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બોર કાર્યરત થયા બાદ છાબલિયા સહિત કુલ 6 વિસ્તારોના રહેવાસીઓને પાણી પુરવઠો મળી રહેશે, જેથી લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યામા
છાબલિયામાં નવા બોરનું મુહૂર્ત, 6 વિસ્તારોની પાણીની સમસ્યા દૂર થશે


મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)

છાબલિયા ગ્રામ પંચાયત દ્વારા ગામના સરદારપુરા વિસ્તારમાં નવા બોરનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બોર કાર્યરત થયા બાદ છાબલિયા સહિત કુલ 6 વિસ્તારોના રહેવાસીઓને પાણી પુરવઠો મળી રહેશે, જેથી લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યામાં રાહત મળવાની આશા છે.

સરદારપુરા ખાતે બનાવવામાં આવનાર આ બોરનો લાભ સરદારપુરા ઉપરાંત ભગતપુરા, સોનેરીપુરા, વખારપુર, કરણપુરા અને જુહાપુરા વિસ્તારના લોકોને પણ મળશે. પાણીની અછતનો સામનો કરી રહેલા આ વિસ્તારોમાં નવા બોરથી સ્થાનિકોને નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે.

નવા બોરનું શુભ મુહૂર્ત ગ્રામ પંચાયતના સભ્ય ઠાકોર ચેતનાબેન બળવંતજીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામ પંચાયતના સરપંચ શીતલબેન ઠાકોરના નેતૃત્વ હેઠળ ગામમાં વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરપંચે જણાવ્યું હતું કે, ગ્રામજનોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા પંચાયત સતત પ્રયત્નશીલ છે. પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા બોરનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ગામના અન્ય વિસ્તારોની જરૂરિયાત મુજબ વધુ બોર બનાવવાની પણ યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.

નવા બોરથી 6 વિસ્તારોમાં પાણી પુરવઠો સુલભ બનતા ગ્રામજનોની દૈનિક પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande