મકાઈમાં જીવાત મળતાં વાઈડ એન્ગલ સિનેમાના ફાસ્ટફૂડ યુનિટનું લાયસન્સ સસ્પેન્ડ
મહેસાણા, 27 ઑગસ્ટ, 2026 (હિ.સ.) : મહેસાણા શહેરના સિનેમાઘરોમાં પીરસાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ શહેરના 3 સિ
મકાઈમાં જીવાત મળતાં વાઈડ એન્ગલ સિનેમાના ફાસ્ટફૂડ યુનિટનું લાયસન્સ સસ્પેન્ડ


મહેસાણા, 27 ઑગસ્ટ, 2026 (હિ.સ.) : મહેસાણા શહેરના સિનેમાઘરોમાં પીરસાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ શહેરના 3 સિનેમાઘરોમાં ફૂડ યુનિટની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વાઈડ એન્ગલ સિનેમા ખાતે બાલાજી એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ. સંચાલિત મિર્ચિ ફાસ્ટફૂડ યુનિટમાં પોપકોર્ન માટે ઉપયોગમાં લેવાતી મકાઈમાં જીવાત મળી આવી હતી. જેને પગલે જાહેર આરોગ્યના હિતમાં ફાસ્ટફૂડ યુનિટનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તેમજ મકાઈનો નમૂનો લઈ વધુ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાધે એન્ટરટેઇનમેન્ટ, કોનપ્લેક્ષ સિનેમા, રાધનપુર રોડ અને સેનેલાઇટ સિનેમા LLPની પણ તપાસ કરવામાં આવી હતી. બંને સિનેમાઘરોમાં હાઇજેનિક કન્ડિશન જાળવવા તેમજ જરૂરી સુધારા કરવા માટે ફૂડ વિભાગ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેની તપાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande