નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે જૂનાગઢ જિલ્લાના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
જુનાગઢ, 28 ઓગસ્ટ (હિ.સ.) : નેપાળ- ચીન સરહદ નજીક આવેલા તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ૨૬ ઓગસ્ટના રોજ અચાનક આવેલા પૂરના પગલે ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. જૂનાગઢ જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો
નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે જૂનાગઢ જિલ્લાના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા


જુનાગઢ, 28 ઓગસ્ટ (હિ.સ.) : નેપાળ- ચીન સરહદ નજીક આવેલા તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ૨૬ ઓગસ્ટના રોજ અચાનક આવેલા પૂરના પગલે ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

જૂનાગઢ જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો તેમના પરિવારજનો, સગા- સંબંધીઓ કે પરિચિતો માંથી કોઈ વ્યક્તિ નેપાળ ફસાયેલા હોય, ગુમ થયેલા હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાય જરૂરિયાત હોય તો તે માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ત્વરિત મદદ માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ અથવા ૦૨૮૫-૨૬૩૩૪૪૬, ૦૨૮૫-૨૬૩૩૪૪૭, ૦૨૮૫-૨૬૩૩૪૪૮ તેમજ નેપાળ પૂરની પરિસ્થિતિ માટે ઇમર્જન્સી સંપર્ક નંબર +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ તેમજ +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ પર વોટ્સએપ દ્વારા પણ જાણ કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande