રાષ્ટ્રપતિ અને અન્યોએ દેશવાસીઓને રક્ષાબંધનના પર્વની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના અન્ય નેતાઓએ શુક્રવારે દેશવાસીઓને રક્ષાબંધનના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ એક્સ પર કહ્યું, દેશ-વિદેશમાં રહેતા
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના અન્ય નેતાઓએ શુક્રવારે દેશવાસીઓને રક્ષાબંધનના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિએ એક્સ પર કહ્યું, દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને રક્ષાબંધનના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આ ખુશીનો અવસર પ્રેમ, સ્નેહ અને પરસ્પર જોડાણના બંધનને મજબૂત કરે તથા સૌને દયા, સદ્ભાવ અને પરસ્પર સન્માનના મૂલ્યો જાળવી રાખવા પ્રેરિત કરે. સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરીએ છીએ.

ઓમ બિરલાએ કહ્યું કે, આ તહેવાર આપણા દેશની સમૃદ્ધ સંસ્કૃતિ, પારિવારિક મૂલ્યો અને આત્મીયતાના અતૂટ સંબંધોનું પ્રતીક છે. રક્ષાબંધન ફક્ત એક રક્ષા-સૂત્ર બાંધવાનો તહેવાર નથી, પરંતુ વિશ્વાસ, સન્માન, પ્રેમ અને જીવનભર સાથ નિભાવવાના સંકલ્પનો ઉત્સવ છે. સંસ્કૃતિમાં રક્ષાનો અર્થ ફક્ત બહેનની સુરક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ મહિલાઓના સન્માન, તેમની ગરિમા, તેમના અધિકારો અને તેમના સપનાની રક્ષા કરવાનો પણ સંકલ્પ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, ઈશ્વરને પ્રાર્થના છે કે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ પ્રદાન કરે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભાઈ-બહેનના અતૂટ સ્નેહ, પરસ્પર વિશ્વાસ અને આત્મીયતાનો આ પર્વ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને મૂલ્યોની સુંદર ઝલક રજૂ કરે છે. આ પર્વ મહિલાઓના સન્માન, સુરક્ષા અને ગરિમા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા પણ આપે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, રક્ષાબંધનનો આ પાવન પર્વ ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને વચનબદ્ધતાનું પ્રતીક છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ પાવન પર્વ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને સ્નેહના બંધનને વધુ મજબૂત કરે તથા સૌના જીવનમાં ખુશહાલી, સમૃદ્ધિ અને આનંદ લાવે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, ભરોસા અને અતૂટ સંબંધનો ઉત્સવ છે. આ તહેવાર સૌને પરસ્પર સન્માન, સમાનતા અને એકબીજા પ્રત્યેની જવાબદારીની ભાવનાથી પણ જોડે છે. કામના છે કે રાખડીનું આ પવિત્ર બંધન તમામ દેશવાસીઓના જીવનમાં પ્રેમ, એકતા અને સદ્ભાવનાને વધુ મજબૂત કરે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાઈ-બહેન વચ્ચે સ્નેહના તાંતણે બંધાયેલું આ અતૂટ બંધન, પ્રેમ અને ભરોસા સાથે વધુ મજબૂત બને.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande