દેશમાં રક્ષાબંધનની ધૂમ, સૌથી પહેલા ઉજ્જૈનમાં મહાકાલને બાંધવામાં આવી રાખડી, સવા લાખ લાડુઓનો લાગ્યો મહાભોગ
ઉજ્જૈન, નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન પર્વ પર દેશની સૌથી પહેલી રાખડી ભગવાન મહાકાલને અર્પણ કરવામાં આવી. શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે આયોજિત ભસ્મ આરતી દરમિ
ભગવાન મહાકાલને બાંધવામાં આવી રાખડી


ઉજ્જૈન, નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન પર્વ પર દેશની સૌથી પહેલી રાખડી ભગવાન મહાકાલને અર્પણ કરવામાં આવી. શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે આયોજિત ભસ્મ આરતી દરમિયાન પૂજારી પરિવારની મહિલાઓએ બાબા મહાકાલને બે ફીટ લાંબી વિશેષ રાખડી બાંધી અને સવા લાખ લાડુઓનો મહાભોગ લગાવ્યો.

ધાર્મિક નગરી ઉજ્જૈનમાં રક્ષાબંધનના પાવન પર્વનો શુભારંભ સૌથી પહેલા બાબા મહાકાલના દરબારથી થયો. શુક્રવારે વહેલી સવારે ભસ્મ આરતી દરમિયાન પૂજારી પરિવારની મહિલાઓએ ભગવાન મહાકાલને રક્ષાસૂત્ર બાંધીને દેશ અને સમાજની ખુશહાલીની કામના કરી. માન્યતા અનુસાર, સનાતન પરંપરાના તમામ મુખ્ય પર્વોની શરૂઆત સૌથી પહેલા રાજાધિરાજ મહાકાલના આંગણાથી જ થાય છે.

રાખડી બાંધવાની આ પાવન પરંપરા માટે પૂજારી ઓમ ગુરુ અને રાજેશ શર્માના પરિવારની મહિલાઓ રાત્રે લગભગ બે વાગ્યે જ મંદિર પરિસરમાં પહોંચી ગઈ. ભસ્મ આરતીમાં બાબા મહાકાલને ભસ્મ અર્પણ કર્યા પછી મંત્રોચ્ચાર વચ્ચે બે ફીટ લાંબી ભવ્ય રાખડી ભગવાનના સ્વરૂપ પર સમર્પિત કરવામાં આવી. આખા શ્રાવણ માસમાં વ્રત-ઉપવાસ રાખનારી મહિલાઓએ આ પ્રસાદને ગ્રહણ કરીને પોતાનું વ્રત ખોલ્યું અને ત્યારબાદ પોતાના ભાઈઓને રાખડી બાંધી.

રક્ષાબંધન અને શ્રાવણી પૂનમના અવસર પર બાબા મહાકાલને સવા લાખ શુદ્ધ દેશી ઘીના લાડુઓનો મહાભોગ લગાવવામાં આવ્યો. ધાર્મિક માન્યતા છે કે આખા શ્રાવણ માસમાં ઉપવાસ રાખનારા શ્રદ્ધાળુઓ પૂનમ પર મહાકાલના લાડુ પ્રસાદને ગ્રહણ કરીને જ પોતાનું વ્રત પૂર્ણ કરે છે. ભક્તોમાં વિતરણ માટે મંદિર સમિતિ અને પૂજારીઓ દ્વારા મોટા પાયે આ પ્રસાદ તૈયાર કરાવવામાં આવ્યો હતો.

પૂજારી આકાશ ગુરુ અનુસાર, લગભગ બે ફીટની આ વિશેષ રાખડી પૂજારી પરિવારની મહિલાઓ દ્વારા લગભગ એક સપ્તાહની કઠિન મહેનતથી તૈયાર કરવામાં આવી. નિર્માણ દરમિયાન મહિલાઓ સતત ‘જય મહાકાલ’ અને ‘ॐ નમઃ શિવાય’નો જાપ કરતી રહી. રાખડીને રેશમી વસ્ત્ર, રેશમી દોરાઓ, કાચ વર્ક અને આભૂષણોથી શણગારવામાં આવી. તેમાં ભગવાન મહાકાલના પ્રિય ત્રિનેત્ર, 'ॐ', ત્રિપુંડ અને રુદ્રાક્ષને સામેલ કરવામાં આવ્યા. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય મોર પીંછા અને ગૌ માતાના પ્રતીક ચિહ્નોને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / ઉમેદ સિંહ રાવત / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande