
- આદિવાસી યુવાનો 2036 ઓલિમ્પિક્સમાં ચમકે તેવી સાંસદ જશુ રાઠવાએ વ્યક્ત કરી આશા
- 2047ના વિકસિત ભારત નિર્માણમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ: ડૉ. દર્શના દેશમુખ
રાજપીપળા,29 ઓગસ્ટ (હિ.સ.) નર્મદાજિલ્લામાં આવેલી રાજપીપળા સ્થિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે 'MY ભારત નર્મદા ખેલો ઇન્ડિયા સંવાદ' કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમતગમત અને યુવા સશક્તિકરણ અંગેના દૂરંદેશી 'વિઝન'ની સરાહના કરી હતી.તેમણે જણાવ્યું કે 'ખેલો ઇન્ડિયા' અને 'MY ભારત' જેવા માધ્યમોથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની પ્રતિભાઓને વૈશ્વિક મંચ મળી રહ્યો છે.તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પીએમ મોદીના રમતગમત વિઝનને બિરદાવી, 'ખેલો ઈન્ડિયા' થકી આદિવાસી યુવાનો 2036 ઓલિમ્પિક્સમાં દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી.
કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે ઉપસ્થિત યુવાનોને સંબોધતા વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પ અને સ્વપ્ન વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે દેશના વિકાસમાં યુવાશક્તિ અને રમતગમતના યોગદાન પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટી ચાન્સલર મધુકર રાય પાડવી, કબડ્ડી ગોલ્ડ મેડાલિસ્ટ રવિ કુમાર તેમજ MY ભારત યુવા ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ,અધ્યાપકો અને મોટી સંખ્યામાં યુવા,માય ભારત અને NSS વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ