ગુજરાતમાં અત્યાર સુધીના વરસાદે ખેડૂતોની ચિંતા વધારી,રાજ્યમાં 10 ટકા તો સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ
અમદાવાદ,29 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં અત્યાર સુધીના વરસાદે ખેડૂતોની ચિંતા વધારી,રાજ્યમાં 10 ટકા તો સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ પડે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
The rainfall in Gujarat so far has increased the concerns of farmers


અમદાવાદ,29 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં અત્યાર સુધીના વરસાદે ખેડૂતોની ચિંતા વધારી,રાજ્યમાં 10 ટકા તો સૌરાષ્ટ્રમાં 31 ટકા વરસાદની ઘટ પડે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી કરવામાં આવી. જો કે, સ્થાનિક સ્તરે વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જો કે ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ બેંટિંગ કરી હતી. અને હાલમાં ભારે વરસાદની કોઈ આગાહી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે.

રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદની 10 ટકા ઘટ નોંધાઈ છે. જોકે, ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે અને અહીં સામાન્ય કરતાં આશરે 31 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. 28 ઓગસ્ટે અમદાવાદ અને ગાંધીનગરમાં મહતમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. આગામી દિવસોમાં પણ બંને શહેરમાં ગરમી અને ભેજ વચ્ચે હળવા વરસાદની શક્યતા યથાવત્ રહેવાની આગાહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande