નેપાળ પૂર ત્રાસદી: ભારતે રાહત અભિયાન તેજ કર્યું, 108 ભારતીયોને બચાવ્યા
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). નેપાળના ભોટેકોશી ક્ષેત્રમાં 26 ઓગસ્ટના રોજ આવેલા વિનાશકારી પૂર બાદ ભારતે મોટા પાયે રાહત અને બચાવ અભિયાન તેજ કરી દીધું છે. અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અગાઉ સંપર્ક વિહોણા થ
નેપાળ પૂર ત્રાસદી: ભારતે રાહત અભિયાન તેજ કર્યું, 108 ભારતીયોને બચાવ્યા


નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). નેપાળના ભોટેકોશી ક્ષેત્રમાં 26 ઓગસ્ટના રોજ આવેલા વિનાશકારી પૂર બાદ ભારતે મોટા પાયે રાહત અને બચાવ અભિયાન તેજ કરી દીધું છે. અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અગાઉ સંપર્ક વિહોણા થયેલા લગભગ 50 અન્ય ભારતીયો સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરી લેવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આપત્તિ બાદ નેપાળના પ્રધાનમંત્રી સાથે વાત કરીને ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને શક્ય તમામ માનવીય સહાયતાની ખાતરી આપી હતી. આ પછી વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ નેપાળના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી.

વિદેશ મંત્રાલય અનુસાર, ચીનથી નેપાળ તરફ છેલ્લા બે દિવસમાં 598 ભારતીય નાગરિકો સુરક્ષિત પહોંચ્યા છે. ચીન તરફ લગભગ 900 ભારતીયો સુરક્ષિત અને સંપર્કમાં છે. જોકે, 275થી વધુ ભારતીય નાગરિકો અને 128 ભારતીય મૂળના લોકો હજુ પણ ગુમ છે.

મંત્રાલય અનુસાર, ભારતે નેપાળની સહાયતા માટે અત્યાર સુધીમાં ત્રણ ભારતીય વાયુસેના વિમાનો દ્વારા લગભગ 57.5 ટન રાહત સામગ્રી પહોંચાડી છે. આમાં અસ્થાયી આશ્રય, તંબુ, ધાબળા, દવાઓ, ભોજન, સ્વચ્છતા કિટ, સોલર લેમ્પ, પાણી કાઢવાના પંપ અને વીજળીના ઉપકરણોનો સમાવેશ થાય છે.

ભારતીય સેનાના સુરંગ બચાવ અને ચિકિત્સા દળો પણ પ્રભાવિત ક્ષેત્રોમાં તૈનાત કરવામાં આવ્યા છે. એક વધુ વિમાન વિશેષ સુરંગ બચાવ ટીમ, ફોરેન્સિક નિષ્ણાતો અને રાહત સામગ્રી સાથે કાઠમંડુ મોકલવામાં આવી રહ્યું છે. ભારતે જરૂર પડ્યે એનડીઆરએફ ની સહાયતા, બેલી બ્રિજ અને તકનીકી ટીમોની મદદ પણ ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી છે.

ભારતે કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં તે નેપાળ સાથે મજબૂતીથી ઊભું છે અને જરૂરિયાત મુજબ શક્ય તમામ સહાયતા ચાલુ રાખશે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande