સંકટ ચોથ નિમિત્તે ઐઠોરના ગણપતિ મંદિરે ભક્તોની ભારે ભીડ
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિરે સંકટ ચોથ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સંકટ ચોથના પવિત્ર દિ
સંકટ ચોથ નિમિત્તે ઐઠોરના ગણપતિ મંદિરે ભક્તોની ભારે ભીડ


મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.)

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિરે સંકટ ચોથ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

સંકટ ચોથના પવિત્ર દિવસે ભગવાન ગણપતિના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઐઠોરનું શ્રી ગણપતિ મંદિર ભક્તોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર હોવાથી સંકટ ચોથ નિમિત્તે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આ વર્ષે પણ વહેલી સવારથી જ દૂરદૂરથી ભક્તો ઐઠોર પહોંચ્યા હતા.

ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને પરિવારની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં દિવસ દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં મંદિર પરિસરમાં ભક્તિભાવ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.

સંકટ ચોથના પવિત્ર પ્રસંગે દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે વ્યવસ્થાપકો દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande