
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જુગારીઓ મેદાને આવ્યા છે ત્યારે પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીરડી પ્લોટના અશરફીનગરમાં વહેલી સવારે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને એલસીબીએ ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ અશરફી નગરમાં હેર સલૂન વાળી ગલીમાં પાંચ શખ્સો પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.પોલીસે મુદસર મેમુદભાઈ બેરા, મોસીન અહેમદભાઈ પઠાણ, અકબર ઉર્ફે એભો ઉમરભાઈ દલ, વસીમ યાસીનભાઈ કાજી અને મહમદ હુસેન ઈકબાલભાઈ રૂંજાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.13,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya