પોરબંદરમાં જાહેર રોડ પર લોખંડની ટોમી વડે ડ્રાઇવર પર હુમલો.
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ઈન્દિરાનગર વિસ્તારમાં પદમાણી પાનની સામે જાહેર રોડ પર 55 વર્ષીય ડ્રાઇવર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે નરેન્દ્ર લક્ષ્મીદાસ મદલાણીએ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રભુ ગઢવી અ
પોરબંદરમાં જાહેર રોડ પર લોખંડની ટોમી વડે ડ્રાઇવર પર હુમલો.


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ઈન્દિરાનગર વિસ્તારમાં પદમાણી પાનની સામે જાહેર રોડ પર 55 વર્ષીય ડ્રાઇવર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે નરેન્દ્ર લક્ષ્મીદાસ મદલાણીએ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રભુ ગઢવી અને જયેશ ગોર નામના શખ્સોએ નરેન્દ્ર મદલાણીને ભુંડી ગાળો આપી હતી. ત્યારબાદ પ્રભુ ગઢવીએ લોખંડની ટોમી વડે તેમના માથાના ભાગે તેમજ જમણા ખભા પર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન જયેશ ગોરે ફરિયાદીના હાથ પકડી રાખી પ્રભુ ગઢવીને મદદગારી કરી હોવાની પણ ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે. જાહેર રોડ પર થયેલી આ ઘટનાને પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande